સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 10 નવેમ્બર 2021 (10:48 IST)

હાઈડ્રોજન બોમ્બ ફોડી રહ્યા મલિક! અંડરવર્લ્ડ પછી હવે ચલણી નોટની રમતની એંટ્રી

મહારાષ્ટ્રના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકકે બુધવારે પ્રેસ કાંફેરેંસ કરી બીજેપી નેતા દેવેંદ્ર ફડણવીસ અને રાજ્યમાં રહી તેમની સરકારના દરમિયાન ગંભીર આરોપો લગાવ્યા. નવાબ મલિકે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસના આર્શીવાદથી મહારાષ્ટ્રમાં ખંડણી અને નકલી નોટોનો કારોબાર ચાલી રહ્યો હતો. નવાબ મલિકે સમીર વાનખેડેનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે પૂર્વ સીએમ અધિકારી વાનખેડેને બચાવવાની કોશિશ કરી રહ્યાં છે કારણ કે તે તેમના નજીકના છે.
 
જ્યારે તે બાંગ્લાદેશના લોકોને મુંબઈમાં વસાવવા માટેનું કામ કરતો હતો. તેની બીજી પત્ની બાંગ્લાદેશી છે. જેની માલડ પોલીસ તપાસ કરી રહી છે. કહેવામા આવી રહ્યું છે કે જ્યારે પોલીસ તપાસ કરી રહી હતી ત્યારે સીએમ ઓફિસેથી ફોન કરવામાં આવ્યો હતો, ત્યારબાદ આ મામલાણે ભીનો સંકેલી લેવામાં આવ્યો.
 
આ પછી મધ્યપ્રદેશ, તમિલનાડુમાં નકલી નોટો પકડાવા લાગી પરંતુ 8 ઓક્ટોબર 2017 સુધી લગભગ એક વર્ષ સુધી નકલી નોટનો એક પણ કેસ સામે આવ્યો ન હતો કારણ કે મહારાષ્ટ્રમાં દેવેન્દ્રના રક્ષણમાં નકલી નોટોનો ધંધો ચાલી રહ્યો હતો. જી.
 
નવાબ મલિકે એમ પણ કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી રહીને તમામ ગુનેગારોને સરકારી હોદ્દા પર બેસાડ્યા. મલિકે કહ્યું કે અમે વડાપ્રધાન પર આરોપ લગાવવા માંગતા નથી પરંતુ રિયાઝ ભાટી તેમના કાર્યક્રમમાં કેવી રીતે પહોંચ્યા. જણાવી દઈએ કે રિયાઝ ભાટી અંડરવર્લ્ડ ડોન દાઉદની નજીક છે. તેમણે પૂછ્યું કે રિયાઝ ભાટી ફરાર છે, જો મુન્ના યાદવ પર કેસ છે તો ફડણવીસ તેમની નજીક કેવી રીતે છે. તેણે એમ પણ કહ્યું કે નકલી નોટોનું જોડાણ પાકિસ્તાન સાથે જોડાયેલું છે.