સંબંધિત સમાચાર
- અમદાવાદના યુવકને OTP મળ્યા વિના જ ક્રેડિટ કાર્ડમાંથી 1.95 લાખ ઉપડી ગયા
- ગુજરાત બે દિવસમાં કાશ્મીર જેવો થશે અનુભવ, બ્લેકેટ-રજાઇ કાઢીને
- સિંહના પણ ટોળાં હોય!:અમરેલી જિલ્લામાં એક સાથે 17 સિંહ જોવા મળ્યા
- રાજ્યમાં પડશે હાડ થીજવતી ઠંડી, આગામી ચાર દિવસમાં ઠંડીનું જોર વધશે
- અમદાવાદમાં પાન અને ચાની દુકાનોમાં ડ્રગ્સ સપ્લાય કરનાર 2ની ધરપકડ, ફાર્મા કંપનીમાંથી લાવતો હતો ડ્રગ્સ
સુરતમાં 'પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ'નાં બેનર લગાવાતાં હોબાળો, બજરંગ દળ દ્વારાબેનર સળગાવી દેવાયાં
સુરત શહેરના રિંગ રોડ વિસ્તારની ટેસ્ટ ઓફ ઈન્ડિયા રેસ્ટોરન્ટની ઉપર પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલની જાહેરાત કરતાં બેનર લાગતાં ભારે હોબાળો થયો હતો. બજરંગ દળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવી તમામ બેનર ઉતારી સળગાવી દીધાં હતાં, સાથે સાથે રેસ્ટોરન્ટવાળાને ચેતવણી આપવામાં આવી હતી.દેવી પ્રસાદ દુબે (બજરંગ દળ સભ્ય)એ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓ દ્વારા અમને ખબર પડી હતી. અમે સ્થળ પર જઈ તપાસ કરતાં ઇસ્લામિક આતંકવાદી દેશ પાકિસ્તાન ફૂડ ફેસ્ટિવલના બેનર લાગ્યા હોવાની માહિતી મળી હતી. બેનર ઉતારી સળગાવી દેવાયાં હતાં. દેશવિરોધી દેશના ફૂડ ફેસ્ટિવલ નહીં ચલાવી લેવાય, ચેતવણી આપી છે કે હવે આવું કૃત્ય કરશો તો જવાબ આપીશું.કોંગ્રેસના નેતા અસલમ સાઇકલવાલાએ કટાક્ષ કરતાં જણાવ્યું હતું કે ભાજપના કહેવાતી ધનદાની વ્યક્તિના માલિકીની સુરત શહેરમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ ટેસ્ટ ઓફ ઈન્ડિયા હવેથી 10 દિવસ માટે પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલ ઊજવશે. પાકિસ્તાની વાહ વાહી કરતું આ બેનર શહેરના રિંગ રોડ પર રેસ્ટોરન્ટની ઉપર લગાવ્યું હતું. જે કદાચ પોતાને ઉચ્ચ દેશભક્ત ગણતા ભાજપીઓ અને તેમની ભગિની સંસ્થાઓ આ બેનરના લખાણથી સંપૂર્ણ સહમત હશે એ નક્કી, પણ આ પાકિસ્તાની ફૂ઼ડ ફેસ્ટિવલથી હું અને મારા જેવી અસંખ્ય વ્યક્તિઓ સહમત નહીં હોય એ પણ નક્કી. બાકી પાકિસ્તાનની વાહ વાહી કરતાં આવાં બેનર ભાજપીઓની વિરોધી વ્યક્તિ દ્વારા લગાવવામાં આવ્યું હોત તો હાલ એ વ્યક્તિ "દેશદ્રોહી" છે એ પ્રસ્થાપિત કરવામાં તેમને અને ભગિની સંસ્થાઓ પીછેહઠ નહીં જ કરત એ નક્કી.
