સંબંધિત સમાચાર
- Corona world- બીજિંગ એરપોર્ટ દ્વારા કોરોના વાયરસના ભયને કારણે 1255 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે
- ગુજરાતમાં હવે રાજકિય તખતો અમદાવાદ બનતાં ભારે દાવપેચ જોવા મળશે
- ભાજપને ઝટકો, પબુભા માણેક રાજ્યસભા ચૂંટણીમાં મતદાન કરી શકશે નહીં
- દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન તીવ્ર તાવ અને શ્વાસ લેવામાં તકલીફના લક્ષણો પછી હોસ્પિટલમાં દાખલ થયા
- ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યા 23,590 પર પહોંચી, 1450 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો
અમદાવાદમાં ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના પોસ્ટર સળગાવાયા
ભારત ચીન સીમા પર સૈનિકો વચ્ચે ઘર્ષણ તથા દેશના સૈનિકો શહીદ થવાની ઘટનાથી નારાજ અમદાવાદના યુવાનોએ એ ઘણી જગ્યાએ ચાઇનાના વિરોધમાં પ્રદર્શન કર્યું તથા ચાઇનાના રાષ્ટ્રપતિ જિનપિંગના ફોટા તથા ચાઇનાનો રાષ્ટ્રધ્વજ સળગાવ્યો હતો. યુવાનોએ ચાઇના બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય કર્યો હતો.
Gujarat: People in Ahmedabad's Bapu Nagar burnt photos of Chinese President Xi Jinping, yesterday. #IndiaChinaBorder pic.twitter.com/6sL2UcNKrL
— ANI (@ANI) June 17, 2020
યુવા ફાઉન્ડેશન તથા અન્ય નાગરિક સંગઠનોના કાર્યકર્તાઓએ અમદાવાદના બાપુનગરમાં સ્થાનિક લોકોએ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના ફોટા અને પૂતળા તથા ચાઇના બનાવટના સામાન સળગાવી ચીન પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
યુવા કાર્યકર્તઓએ સીમા પર ભારતના જવાનો શહીદ થયા છે તે માટે દુખ વ્યક્ત કર્યું હતું. યુવા ફાઉન્ડેશનના કાર્યકર્તા રાહુલ દેસાઇ તથા રાહુલ દેસાઇ તથા અન્યને શ્રદ્ધાંજલિ આપી તથા ચાઇના બનાવટની વસ્તુઓનો બહિષ્કાર કરવાનો સંકલ્પ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ હવે ચરમસીમા પર પહોંચી ગયો છે. ગલવન ઘાટી પાસે મંગળવારે ચીની સૈનિકો સાથે થયેલી ઝપાઝપીમાં ભારતના 20 જવાન શહીદ થયા છે. આ ઝપાઝપી દરમિયાન 43 ચીની સૈનિકો પણ ઠાર માર્યા છે.
