ભટિંડા મિલિટરી સ્ટેશન પર ગોળી વાગવાથી અન્ય એક જવાનનું મોત થયું હતું. ભારતીય સેનાએ આ સમાચારને અકસ્માત ગણાવ્યો છે, તેમનું કહેવું છે કે આ દુર્ઘટના હથિયારોની જાળવણી દરમિયાન થઈ હતી.
ભટિંડા કેન્ટ પોલીસ સ્ટેશનના એસએચઓ ગુરદીપ સિંહે જણાવ્યું હતું કે, "પંજાબના ભટિંડામાં ગઈકાલે રાત્રે એક આર્મી જવાનનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું, કારણ કે તેનું સર્વિસ વેપન આકસ્મિક રીતે નીકળી ગયું હતું." તેમણે કહ્યું કે, માર્યા ગયેલા જવાનની ઓળખ લધુ રાજ શંકર તરીકે થઈ છે.
An Army jawan died of a bullet injury as his service weapon went off accidentally in Punjab's Bathinda last night. The deceased jawan has been identified as Laghu Raj Shankar: Gurdeep Singh, SHO, Bathinda Cantt Police Station