1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Two Bikers Miraculously Rescue After Colliding With A Speeding Car In Khambhaliya

ખંભાળિયામાં મોડી રાત્રે મોટી દુર્ઘટના, ઘટના CCTVમાં કેદ

ખંભાળિયા
દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયામાં ગત રાત્રિએ મોટી દુર્ઘટના સર્જાતાં અટકી હતી. કારચાલકે કોઈ કારણસર કાબૂ ગુમાવતાં કાર દુકાનોમાં અથડાઈ હતી. ત્યાર બાદ વીજપોલ સાથે ટકરાઈ પલટી ગઈ હતી. આ સમયે નજીકમાં જ હોમગાર્ડના જવાનો ફરજ બજાવી રહ્યા હતા અને બે બાઈકસવાર પણ પસાર થઈ રહ્યા હતા. જોકે સદનસીબે તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. કારચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 
ખંભાળિયામાં મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી. CCTV જોતાં પૂરપાટ ઝડપે આવેલી કાર સૌપ્રથમ કોર્નર પરની દુકાનોના શટરમાં અથડાઈ હતી. ત્યાંથી આગળ જઈ રસ્તા પર વીજપોલ સાથે અથડાતાં બેથી ત્રણ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતની ઘટનાને પગલે નજીકમાં જ ફરજ બજાવી રહેલા હોમગાર્ડનાં જવાનો દોડ્યા હતા. જોકે કારચાલક કાર મૂકી નાસી જવામાં સફળ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
 
આ અકસ્માત જ્યારે સર્જાયો ત્યારે કાર સિવાય રસ્તા પર એક બાઈક પણ જોવા મળી રહ્યું છે. કાર જ્યારે દુકાન સાથે અથડાઈ ત્યારે બાઈકસવાર તેની ખૂબ જ નજીક હતા. સદનસીબે કાર દુકાન તરફ જતાં બાઈકસવારનો ચમત્કારિક બચાવ થયો હતો.
આગળનો લેખ
સૈનિકો સાથે સેલ્ફી ન લો...': યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે નવી એડવાઈઝરી, સંરક્ષણ મંત્રાલયે કહ્યું શું કરવું, શું ન કરવું