શહેરીકરણના દરમાં વધારો થતાં રાજ્યની લગભગ ૪૮ ટકા વસતિ શહેરોમાં રહે છે. શહેરમાં રહેતા લોકોના જીવનસ્તરમાં સુધારા માટે માળખાકીય સગવડો સાથે નવતર સેવાઓનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સતત કાર્યરત છે. મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ શહેરી સત્તામંડળોમાં પાયાની માળખાકીય સુવિધાઓ માટે અમલમાં મૂકેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાને વર્ષ ૨૦૨૪ સુધી લંબાવવામાં આવેલ છે.
કેન્દ્ર સરકારનાં સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૧માં દેશના ટોપ-૧૦ સ્વચ્છ શહેરોની યાદીમાં ગુજરાતના ત્રણ શહેરો- સુરત, વડોદરા અને અમદાવાદ અનુક્રમે બીજા, આઠમા અને દસમા ક્રમે આવેલ છે. ગાંધીનગર દેશનું સૌથી સ્વચ્છ પાટનગર બન્યું છે.
• સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળો માટે જોગવાઇ `૫૨૦૩ કરોડ.
• ઓક્ટ્રોય નાબૂદી વળતરમાં આગામી વર્ષે ૧૦ ટકાનો વધારો કરવામાં આવશે. આ યોજના અંતર્ગત જોગવાઇ `૩૦૪૧ કરોડ.
• શહેરી વિસ્તારમાં નવા ૫૫ હજાર આવાસોના નિર્માણ અર્થે સહાય આપવા જોગવાઇ `૯૪૨ કરોડ.
• આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે વિવિધ નગરપાલિકાઓમાં ૭૫ ઓપન જીમયુકત ગાર્ડન બનાવવા માટે જોગવાઇ `૫ કરોડ.
• ૧૫મા નાણાંપંચ હેઠળ આગામી પાંચ વર્ષમાં સ્થાનિક વિકાસનાં કામો માટે અંદાજે
`૬ હજાર ૫૦૦ કરોડનું આયોજન કરવામાં આવેલ છે. આગામી વર્ષ માટેની જોગવાઇ `૧૦૬૨ કરોડ.
• મહાનગરપાલિકાઓમાં મેટ્રોરેલ અને મેટ્રોલાઇટની સેવાઓ પૂરી પાડવા માટે જોગવાઇ `૭૨૨ કરોડ.
• સ્માર્ટ સિટી યોજના હેઠળ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર મહાનગરપાલિકાઓ તથા દાહોદ નગરપાલિકાને માળખાકીય સગવડો માટે જોગવાઇ `૭૦૦ કરોડ.
• અમૃત યોજના-૨ અંતર્ગત પાણીપુરવઠા, ગટરવ્યવસ્થા, વરસાદી પાણીનો નિકાલ, તળાવનો વિકાસ અને પરિવહન વ્યવસ્થા માટે જોગવાઇ `૩૫૦ કરોડ.
• શહેરી વિસ્તારોને રેલ્વે ફાટક મુકત બનાવવાના અભિયાન અંતર્ગત ઓવરબ્રીજ બનાવવા માટે જોગવાઇ `૨૭૧ કરોડ.
• સ્વચ્છ ભારત મિશન તથા નિર્મળ ગુજરાત યોજના હેઠળ જોગવાઇ `૨૨૪ કરોડ.
• દીનદયાળ અંત્યોદય યોજના-નેશનલ લાઇવલીહુડ મિશન હેઠળ જોગવાઇ
`૧૬૩ કરોડ.
• મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને અગ્નિશમન વાહનો અને બીજા અત્યાધુનિક સાધનો પૂરા પાડવા તેમજ ૧૬ નગરપાલિકાઓમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે જોગવાઇ `૧૫૭ કરોડ.
• નગરપાલિકાઓ દ્વારા સ્ટ્રીટ લાઇટ, વોટર વર્ક્સ અને સુએઝ વર્ક માટે ૧૫૦ મેગાવોટ વીજળી બિનપરંપરાગત સ્ત્રોતોથી મેળવી ઉર્જા ક્ષેત્રે નગરપાલિકાઓને આત્મનિર્ભર બનાવવા માટે `૬૦૦ કરોડના ખર્ચે ગૃપ કેપ્ટીવ સોલાર અને વીન્ડ એનર્જી પાર્ક સ્થાપવામાં આવશે. જે યોજના માટે જોગવાઈ `૬૦ કરોડ.
• વર્લ્ડબેન્ક સહાયિત ગુજરાત રેઝિલીયન્ટ સિટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ અમદાવાદ મહાનગરપાલિકાના `૩ હજાર કરોડના માળખાકીય સુવિધાઓ અંગેના પ્રોજેક્ટને મંજૂરી.
• સુરતમાં તાપી નદીકાંઠાના ડેવલપમેન્ટ માટે વર્લ્ડબેન્ક સહાયિત `૧૯૯૧ કરોડના પ્રોજેક્ટને મંજૂરી.
• ઔડા વિસ્તારમાં માળખાગત સુવિધાઓ માટે એશિયન ડેવલપમેન્ટ બેન્ક સહાયિત `૧૯૦૦ કરોડના પ્રોજેક્ટને મંજૂરી.
• રાજ્યની અ-વર્ગની ૨૨ નગરપાલિકાઓમાં નાગરિકોને આપવામાં આવતી જુદી-જુદી સેવાઓ તાત્કાલિક મળી શકે તે માટે સિવિક સેન્ટરો ઊભા કરવા માટે જોગવાઇ
`૧૧ કરોડ.
• શહેરમાં રખડતાં તેમજ નિરાધાર ઢોરના નિભાવ તેમજ વ્યવસ્થા માટે જોગવાઇ
`૫૦ કરોડ.
• ધાર્મિક સ્થળોની સેવા-પૂજા કરનાર વ્યકિતના ધાર્મિક પરિસરમાં આવેલ રહેઠાણના મકાનને મિલકત વેરામાંથી મુક્તિ આપવામાં આવશે.
ગિફ્ટ સિટી
ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ અને એકમાત્ર આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવાઓનું કેન્દ્ર છે. જયાં હવે બધી રેગ્યુલેટરી સત્તાઓ ધરાવતી IFSC ઓથોરીટી કાર્યરત થયેલ છે. ભારત અને વિદેશની નામાંકિત બેન્કો, ઇન્શ્યોરન્સ કંપનીઓ, આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો સાથે જોડાયેલ ઇન્ટરમીડિઅરીઝ પણ ત્યાં કાર્યરત છે. એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ, ગ્લોબલ ઇન હાઉસ સેન્ટર્સ, શીપ લીઝિંગ એન્ડ ફાઇનાન્સિંગ, ગ્લોબલ ટ્રેઝરી જેવી સેવાઓને મંજૂરી મળતા તેવી સેવાઓ પણ ચાલુ થયેલ છે. ભારત સરકારે ગિફ્ટ સિટીને બુલીયન એકસ્ચેંજ તરીકે પણ માન્યતા આપેલ છે.
ગિફ્ટ સિટીમાં નાણાકીય વ્યવસ્થાપન, ફીનટેક, વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરીંગ, ગણિત અભ્યાસક્રમો ઓફર કરતી વિદેશી યુનિવર્સિટીઓને માન્યતા આપવાનો નિર્ણય કેન્દ્ર સરકારે જાહેર કરેલ છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય આર્બીટ્રેશન સેન્ટરની સ્થાપના કરવામાં આવશે. ગિફ્ટ સિટીમાં સસ્ટેનેબલ કલાઇમેટ માટે ગ્લોબલ ફાયનાન્સની સેવાઓ ઉપલબ્ધ થશે. ભારત સરકાર દ્વારા ઓફ શોર્ડ ડેરીવેટીવ, શીપ લીઝીંગ તેમજ પોર્ટ ફોલીયો મેનેજમેન્ટની સેવાઓમાંથી મળેલ આવક માટે કરમુકિત જાહેર કરેલ છે. આમ, ગિફટ સિટી ઝડપથી આંતરરાષ્ટ્રીય કક્ષાના નાણાકીય કેન્દ્ર તરીકે ઉપસી રહેલ છે.