સંબંધિત સમાચાર
- IPL 2023: કિશન-સુર્યાના તૂફાન સામે પંજાબ ફંગોળાયું
- IND vs NZ Semifinal Live: વિરાટે 50મી સદી ફટકારીને તોડ્યો સચિનનો રેકોર્ડ, ભારતનો સ્કોર 300 ને પાર
- Hitman Rohit Sharma - રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર લગાવનારા બેટ્સમેન બન્યા
- વર્લ્ડકપમાંથી બહાર થતાં જ પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ ઐશ્વર્યા રાય પર કરી અભદ્ર ટિપ્પણી, સોશિયલ મિડીયા પર લોકોએ વ્યકત કર્યો ગુસ્સો
- AUS vs AFG: ગ્લેન મેક્સવેલની ડબલ સેન્ચુરી, અફગાનીસ્તાન વિરુદ્ધ લગભગ હારેલી મેચને ઓસ્ટ્રેલીયાએ 3 વિકેટથી જીતી
IND vs NZ: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વર્લ્ડકપમાં આવુ કરનારો પહેલો ભારતીય ખેલાડી
IND vs NZ World Cup 2023 Semifinal: વનડે વર્લ્ડકપ 2023ની પહેલી સેમીફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેંડ વચ્ચે રમાય રહી છે. આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાય રહી છે. આ મેચમાં ટીમ ઈંડિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરી રહી છે. આ મેચ ભારતીય ટીમના સ્ટાર વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ રહી છે. વિરાટે આ મેચમાં ઉતરતા જ ઈતિહાસ રચી દીધો છે. તેમણે એક એવુ કામ કર્યુ છે જે આ પહેલા કોઈપણ ભારતીય ખેલાડી કરી શક્યો નથી.
The first time I met you in the Indian dressing room, you were pranked by other teammates into touching my feet. I couldnt stop laughing that day. But soon, you touched my heart with your passion and skill. I am so happy that that young boy has grown into a Virat player.
— Sachin Tendulkar (@sachin_rt) November 15, 2023
I… pic.twitter.com/KcdoPwgzkX
વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ
વિરાટ કોહલી પોતાની વનડે વર્લ્ડ કપ કરિયરની ચોથી સેમિફાઇનલ મેચ રમી રહ્યો છે. આ સાથે, તે ઇતિહાસના કેટલાક મહાન ખેલાડીઓની ક્લબમાં પ્રવેશી ગયો છે, જેણે ચોથી વખત વનડે વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી છે. આવી સિદ્ધિ મેળવનાર તે ભારતનો એકમાત્ર ખેલાડી છે. સાથે જ ન્યુઝીલેન્ડ ટીમનો કેપ્ટન કેન વિલિયમસન પણ ચોથી વખત ODI વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી રહ્યો છે.
4 વાર વર્લ્ડ કપ સેમીફાઈનલ રમનારો ખેલાડી
ઈમરાન ખાન (1979, 1983, 1987, 1992)
રિકી પોન્ટિંગ (1996, 1999, 2003, 2007)
ગ્લેન મેકગ્રા (1996, 1999, 2003, 2007)
મુથૈયા મુરલીધરન (1996, 2003, 2007, 2011)
રોસ ટેલર (2007, 2011, 2015, 2019)
વિરાટ કોહલી (2011, 2015, 2019, 2023)
કેન વિલિયમસન (2011, 2015, 2019, 2023)
ધોની-સચિનને છોડ્યા પાછળ
Sachin saab, you are always an inspiration, what a moment pic.twitter.com/nYFCYrHMJI
— Prayag (@theprayagtiwari) November 15, 2023
વિરાટ કોહલી પહેલા સચિન તેંડુલકર અને એમએસ ધોની જેવા ખેલાડીઓ 3-3 વખત વર્લ્ડ કપની સેમીફાઈનલ મેચ રમ્યા હતા, પરંતુ હવે વિરાટ કોહલી આગળ નીકળી ગયો છે. વિરાટ કોહલીએ ધોનીની કપ્તાનીમાં 2011 અને 2015 વર્લ્ડ કપની સેમિફાઇનલ રમી હતી. તે જ સમયે, તે પોતે 2019 વર્લ્ડ કપમાં કેપ્ટન હતો, પરંતુ તેને ન્યૂઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

