બુધવાર, 13 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (09:29 IST)

IND vs BAN Weather Report : ભારત-બાંગ્લાદેશ મેચ પર વરસાદનું સંકટ, ક્રિકેટ ફેન્સની મજા બગાડશે ?

india - bangaldesh
IND Vs BAN World Cup 2023 Weather Report: ભારતીય ટીમ વર્લ્ડ કપ મેચમાં જ્યારેબાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેઓ ટૂર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવવાનો પ્રયાસ કરશે.  સાથે જ બાંગ્લાદેશે છેલ્લી ચાર વનડે મેચમાંથી ત્રણમાં ભારતને હરાવ્યું છે. આવી સ્થિતિમાં આ મેચ ઘણી રોમાંચક બની શકે છે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે. પરંતુ આ મેચ પહેલા એક મોટું અપડેટ સામે આવ્યું છે જે ક્રિકેટ ફેન્સની મજા બગાડી શકે છે.
 
ભારત-બાંગ્લાદેશ મેચ પર વરસાદનું સંકટ 
 
પુણેમાં યોજાનારી આ મેચ પર વરસાદનો ખતરો છે. આ મેચ આજે બપોરે 2 વાગ્યે શરૂ થવાની છે. મેચ શરૂ થવાના એક દિવસ પહેલા જ અહીં વરસાદ પડ્યો હતો. બુધવારે બંને ટીમોએ વૈકલ્પિક પ્રેક્ટિસ સેશન કર્યું હતું. પરંતુ ઝરમર વરસાદને કારણે ગ્રાઉન્ડ સ્ટાફે મુખ્ય પિચને કવરથી ઢાંકી દીધી હતી. તે જ સમયે, અરબી સમુદ્રમાં ચક્રવાત બનવાની સંભાવના છે. તેનું નામ તેજ રાખવામાં આવ્યું છે  આ વાવાઝોડાને કારણે પુણેનું હવામાન બદલાઈ ગયું છે. જો વાવાઝોડાની અસર જોવા મળે તો આખી મેચ ધોવાઈ શકે છે અને અહીં જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે
 
બને ટીમો વચ્ચે હેડ ટુ હેડ રેકોર્ડ 
 
ભારત અને બાંગ્લાદેશ વનડે ક્રિકેટ ફોર્મેટમાં 40 વખત સામસામે આવી ચુક્યા છે. જેમાંથી ભારતે 31માં જીત મેળવી છે જ્યારે બાંગ્લાદેશે માત્ર આઠ મેચ જીતી છે.  સાથે જ  વનડે  વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે 3 મેચ અને બાંગ્લાદેશે એક મેચ જીતી છે. બંને ટીમો વચ્ચે છેલ્લી મુકાબલો એશિયા કપ 2023ના સુપર ફોર સ્ટેજમાં થયો હતો, જ્યાં બાંગ્લાદેશ છ રનથી જીત્યું હતું.  
 
બંને ટીમોના સંભવિત પ્લેઈંગ ઈલેવન:
 
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, શ્રેયસ અય્યર, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન/શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
 
બાંગ્લાદેશના સંભવિત પ્લેઈંગ ઈલેવન: તન્જીદ હસન, લિટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન, મેહદી હસન મેરાજ, મુશફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હૃદયોય, મહેદી હસન, તસ્કીન અહેમદ, શોરીફુલ ઈસ્લામ, મુસ્તફિઝુર રહેમાન.