બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. વર્લ્ડ કપ 2023
Written By
Last Updated : સોમવાર, 16 ઑક્ટોબર 2023 (14:31 IST)

World Cup 2023: ઈગ્લેંડની હાર પછી સચિનનુ ટ્વીટ થયુ વાયરલ, ઈગ્લીશ ટીમની ભૂલ બતાવી

sachine
વનડે વર્લ્ડ કપ 2023માં 15 ઓક્ટોબરના દિવસને અફગાનિસ્તાન ક્રિકેટ ટીમ પોતાને માટે યાદગાર બનાવી લીધી દિલ્હીના મેદાન પર ગત વર્લ્ડકપ વિજેતા ઈગ્લેંડ સામેની મેચમાં અફગાન ટીમે વર્લ્ડ કપના ઈતિહાસમાં પોતાની બીજી જીત નોંધાવી ઈગ્લેંડ માટે આ મેચ કોઈ ખરાબ સપના જેવી સાબિત થઈ 285 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ઈગ્લિશ ટીમ આ મેચમાં 215 રન પર સમેટાઈ ગઈ આ મુકાબલા પછી મહાન બેટ્સમેન સચિન તેંદુલકરે ઈગ્લેંડ ટીમની હારના મુખ્ય કારણ વિશે બતાવ્યુ તો બીજી બાજુ તેમણે અફગાનિસ્તાનની ટીમએન આ અતિહાસિક જીત પર શુભેચ્છા પાઠવી. 



ઈગ્લેંડના ખેલાડી સ્પિન બોલિંગ સમજવામાં નિષ્ફળ 
 
આ મેચમાં અફઘાનિસ્તાન ટીમની જીતનું મુખ્ય કારણ તેમના ત્રણ સ્પિન બોલરો હતા જેમણે મળીને કુલ 8 વિકેટ ઝડપી હતી. આ મેચ બાદ સચિન તેંડુલકરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટ કર્યું હતું આ શાનદાર સ્પિન આક્રમણને રમવા માટે, તમારે જ્યારે બોલ બોલરના હાથમાં હોય ત્યારે જ તેને સમજવો પડશે, પરંતુ ઇંગ્લેન્ડના બેટ્સમેનો બોલને પિચ પર પડ્યા પછી સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા, જે તેમની હારનું મુખ્ય કારણ હતું. અફઘાનિસ્તાનની ટીમે મેદાન પર જોરદાર ઉત્સાહ બતાવ્યો અને આ ઐતિહાસિક જીત માટે તેમને અભિનંદન.
 
સહેવાગે પણ ઈગ્લેંડ-ઓસ્ટ્રેલિયાનુ સેમીફાઈનલમાં પહોંચવુ મુશ્કેલ બતાવ્યુ  

સચિન તેંડુલકર ઉપરાંત પૂર્વ ભારતીય ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે પણ આ મેચ બાદ ટ્વીટ કર્યું હતું કે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા માટે ટોપ-4માં પહોંચવું મુશ્કેલ છે. ઉલ્લેખનીય છે કે ઈંગ્લેન્ડની ટીમે અત્યાર સુધી 3 મેચમાંથી માત્ર એક જ જીત મેળવી છે, જ્યારે 5 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.