શુભ મુહુર્તમાં 5 વસ્તુઓ જરૂર કરો દાન
મકર સંક્રાતિની તમને સૌને શુભકામનાઓ.. મકર સંક્રાતિ હિન્દુઓનો સૌથી મોટો તહેવાર છે. તેને ભારતના દરેક ક્ષેત્રમા જુદી જુદી રીતે ઉજવાય છે. આ દિવસે સૂર્ય ઉત્તરાયણ
થઈને ઋતુ પરિવર્તન કરે છે. આ વખતે ઉત્તરાયણ 14 જાન્યુઆરી 2022 શુક્રવારના દિવસે છે હિન્દુ ધર્મશાસ્ત્રોના મુજબ મકર સંક્રાતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. જે અષાઢ
મહિના સુધી રહે છે.
આ વખતે મકર સંક્રાતિ પર બની રહ્યો છે. વિશેષ સંયોગ આ દિવસે જરૂર કરો આ 5 કાર્ય
ખાસ સંયોગ - પોષ મહિનામાં મકર સંક્રાતિના દિવસે શુક્લ પછી બ્રહ્મ યોગ રહેશે. સાથે જ આ આનન્દાદિ યોગમાં ઉજવાશે મકર સંક્રાતિ. આ દિવસે રોહિણી નક્ષત્ર રહેશે. આ
વખતે મકર સંક્રાતિ શુક્રવારે યુક્ત થવાને કારણે મિશ્રિતા છે.
બ્રહ્મ મુહુર્ત - સવારે 05.38 થી 06.26 સુધી
મકર સંક્રાતિનુ પુણ્ય કાળ મુહુર્ત - બપોરે 02:12:26થી સાંજે 05:45:10 સુધી
અભિજીત મુહુર્ત - બપોરે 12:14 વાગ્યાથી 12:57 સુધી
વિજય મુહુર્ત - બપોરે 1:54 થી 02:37 સુધી
અમૃત કાળ - સાંજે 04.40થી 06.29 સુધી
ગોઘુલિ મુહુર્ત - સાંજે 05:18 થી 05:42 સુધી
1. સ્નાન - મકર સંક્રાતિ કે ઉત્તરાયણ કાળમાં સ્નાન કરવાથી તન અને મન નિર્મળ રહે છે અને મનુષ્ય પાપમુક્ત થઈ જાય છે. કર્ણાટક, કેરલ અને આંધ્ર પ્રદેશમાં તેને ફક્ત સંક્રાતિ
જ કહે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનુ, તલ ગોળ ખાવાનુ અને સૂર્યનુ અર્ધ્ય આપવાનુ મહત્વ છે. આ દિવસે દાન અને આરાધના માટે મહત્વપૂર્ણ છે.
2. દાન - આ દિવસે જે દાન કરે છે તેને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે. દાનમાં વસ્ત્ર, ધન અને ધાનનુ દાન પણ કરવામાં આવે છે. જે તપસ્વીઓને તલ દાન કરે છે. તે નરકનુ દર્શન
કરતો નથી. આ દિવસે અડદ, ચોખા, તલ, ચેવડો, ગૌ, સુવર્ણ, ઉનના વસ્ત્ર, ધાબળો વગેરે દાન કરવાનુ પોતાનુ મહત્વ છે. મહારાષ્ટ્રમાં પણ તેને સંક્રાતિ કહે છે. આ દિવસે
મહારાષ્ટ્રમાં મહિલાઓ પરસ્પર તલ, ગોળ, કંકુ અને હળદર વહેચે છે.
3. વિષ્ણુ અને સૂર્ય પૂજા - આ દિવસે શ્રીહરિના માઘવ રૂપની પૂજા અને ભગવાન સૂર્યની પૂજા અને વ્રત વગેરે કરવાથી ઉપાસકને રાજસૂય યજ્ઞનુ ફળ પ્રાપ્ત થાય છે.
4. તર્પણ - મકર સંક્રાતિના દિવસે જ ગંગાજી ભગીરથની પાછળ-પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમમાંથી થઈને સાગરમાં જઈને મળી હતી. મહારાજ ભગીરથે પોતાના
પૂર્વજોના માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ. તેથી મકર સંક્રાતિ પર ગંગાસાગરમાં મેળો જામે છે. આ દિવસે તર્પણ કરવાથી પિતરોને મુક્તિ મળે છે.
5. પતંગ મહોત્સવ - ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આ પર્વ પતંગ મહોત્સવના નામથી પણ ઓળખાય છે. પતંગ ઉડાવવા પાછળ મુખ્ય કારણ છે કેટલાક કલાક સૂર્યના પ્રકાશમાં
વીતાવવા આ સમય શિયાળાનો હોય છે અને આ ઋતુમાં સવારનો સૂર્ય પ્રકાશ શરીર માટે સ્વાસ્થ્યવર્ધક અને ત્વચા અને હાડકાઓ માટે અત્યંત લાભદાયક હોય છે. તેથી ઉત્સવ
સાથે જ આરોગ્યનો પણ લાભ મળે છે.