રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. ઉત્તરાયણ/મકરસંક્રાતિ
Written By
Last Updated : રવિવાર, 14 જાન્યુઆરી 2024 (21:27 IST)

Makar sankranti 2024 -મકર સંક્રાતિ પર ભૂલથી પણ ન કરશો આ કામ નહી તો થશે ભારે નુકશાન

Mistakes on makar sankranti- સૂર્યનુ કોઈ રાશિ વિશેષ પર ભ્રમણ કરવુ સંક્રાતિ કહેવાય છે.  સૂર્ય જયારે મકર રાશિમાં જાય છે ત્યાર મકર સંક્રાતિ થાય છે.  આ સમય સૂર્ય ઉત્તરાયન થાય છે. તેથી આ સમયે કરવામાં આવેલ જાપ અને દાનનુ ફળ અનંતગણુ હોય છે. આ વખતે મકર સંક્રાતિ 15 તારીખના રોજ ઉજવાશે. સૂર્ય અને શનિનો સંબંધ આ પર્વ સાથે હોવાને કારણે અ ખૂબ મહત્વપૂર્ણ છે. એવુ કહેવાય છે કે આ તહેવાર પર સૂર્ય પોતાના પુત્ર શનિને મળવા જાય છે સામાન્ય રીતે શુક્રનો ઉદય પણ લગભગ આ સમયે થય છે. તેથી અહીથી શુભ કાર્યોની શરૂઆત થાય છે. મકર સંક્રાંતિમાં કેટલાક કાર્યોને  કરવા શુભ માનવામાં આવે છે તો બીજી બાજુ કેટલાક કાર્યો વર્જિત માનવામાં આવે છે. આવો જાણીએ આ દિવસે ક્યા 10 કામ છે જે ન કરવા જોઈએ. 
 
 
1. કેટલાક લોકો સવારે ઉઠતા જ ચા અને સ્નેક્સ ખાવા શરૂ કરી દે છે પણ શુભ દિવસે આવુ ન કરો. આ દિવસે સ્નાન કર્યા વગર ભોજનનુ સેવન ન કરવુ જોઈએ. માન્યતા છે કે આ દિવસે ગંગા કે કોઈ નદીમાં જઈને સ્નાન કરવુ જોઈએ. તેથી ગંગા કે પવિત્ર નદી નહી તો કમસે કમ ઘર પર યોગ્ય સમયે સ્નાન જરૂર કરવુ જોઈએ. 
 
2.  આ દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. મકર સંક્રાતિ પુણ્ય કાળ છે જેમા વાળ ધોવા વર્જિત છે. 
 
3. મકર સંક્રાતિના દિવસે ઘરની અંદર કે બહાર કોઈપણ પ્રકારના ઝાડ કે છોડનુ કટિંગ કે સફાઈ ન કરવી. 
 
4.  મકર સંક્રાતિના દિવસે તમે કોઈપણ પ્રકારન નશો ન કરો. દારૂ સિગરેટ ગુટકા વગેરે જેવા સેવનથી તમારે બચવુ જોઈએ. આ દિવએ મલાસેલાર ભોજન પણ ન કરવુ. આ દિવસે તલ મગ દાળની ખિચડી વગેરેનુ સેવન કરવુ જોઈએ. અને આ બધી વસ્તુઓનું  યથાશક્તિ દાન કરવુ જોઈએ.  
 
5. જો સૂર્ય દેવની કૃપા મેળવવા માંગો છો તો સંધ્યાકાળમાં અન્નનુ સેવન ન કરો. 
 
6. મકર સંક્રતિના દિવસે ગાય કે ભેંસનુ દૂધ ન દોહવુ જોઈએ. કારણ કે આ દિવસે ગાયને ધાન ખવડાવવનો શુભ દિવસ હોય છે. 
 
7.  મકર સંક્રાતિના દિવસે જો કોઈપણ તમારા ઘરે ભિખારી સાધુ કે વડીલ આવે તો તેને ખાલી હાથે ન જવા દો. જે તમારુ સામર્થ્ય મુજબ કશુ ને કશુ દાન જરૂર કરો. 
 
8. આ દિવસે ભૂલથી પણ લસણ ડુંગળી અને માંસનુ સેવન ન કરવુ જોઈએ. 
 
9.  આ પ્રકૃતિનો તહેવાર છે અને હરિયાળીનો ઉત્સવ તેથી આ દિવસે પાક કાપવાનુ કામ ટાળી દેવુ જોઈએ. 
 
10. મકર સંક્રાતિના દિવસે તમારી વાણી પર સંયમ રાખો અને ગુસ્સો ન કરો. કોઈને ખરાબ ન બોલો અને બધા સાથે મધુરતાનો વ્યવ્હાર કરો.