બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: સોમવાર, 4 નવેમ્બર 2024 (12:47 IST)

'મારા પિતા સાથે Rupali Ganguly નુ હતુ 'એકસ્ટ્રા-મૈરિટલ અફેયર', સાવકી પુત્રીએ અનુપમા પર લગાવ્યા હતા શોકિંગ આરોપ

rupali ganguly
rupali ganguly

Rupali Ganguly Step-Daughter Post: ટીવીની દુનિયામાં અનુપમાના પાત્ર દ્વારા ઘર ઘરમાં ચર્ચિત થનારી રૂપાલી ગાંગુલી પર તેની સાવકી પુત્રીએ શોકિંગ આરોપ લગાવ્યા હતા. અનુપમા દ્વારા રૂપાલી ગાંગુલી સૌની લાડકી બની ગઈ.  રૂપાલી અનેક પ્રસંગે પોતાના પતિ અશ્વિન વર્મા સાથે જોવા મળે છે. ઈંડસ્ટ્રીમાં લોકો તેમને પરફેક્ટ મેરેજ ના વખાણ પણ કરે છે.  
 
રૂપાલી પર જૂના પોસ્ટમાં શુ લગાવ્યા આરોપ ?
ઈશાએ પોતાની પોસ્ટમાં દાવો કર્યો હતો કે આ ખૂબ જ દુખદ છે. શુ કોઈને રૂપાલી ગાંગુલીની રિયલ લાઈફ સ્ટોરી ખબર છે ? 12 વર્ષ સુધી અશ્વિન વર્મા સાથે અફેયર રહ્યુ છે.  જ્યારે કે તેઓ બીજા લગ્નમાં પણ હતા. પોતાના પહેલા લગ્નથી અશ્વિનને બે પુત્રીઓ છે. તે એક એવી કઠોર દિલવાળી મહિલા છે જેમને મારી બહેનને પોતાના પિતાથી દૂર કરી દીધી.  મુંબઈ આવતા પહેલા તેઓ 13-14 વર્ષ સુધી ન્યૂ જર્સી અને કેલિફોર્નિયામાં રહ્યા હતા. હું આ બધું એટલા માટે કહી રહી છું કારણ કે તે હંમેશા મીડિયામાં દાવો કરે છે કે તેનું વૈવાહિક જીવન કેટલું સારું છે, જ્યારે વાસ્તવમાં તે ખૂબ જ કંટ્રોલિંગ છે. જ્યારે પણ હું મારા પિતાને ફોન કરવાનો પ્રયાસ કરું છું, ત્યારે તે  બૂમો પાડવા માંડે  છે, મને અને મારી માતાને પણ જાનથી મારી નાખવાની ધમકીઓ મળે છે. તેથી આ યોગ્ય નથી કે તે અશ્ચિનની રિયલ લાઈફ બરબાદ કરીને મીડિયામાં દાવો કરે કે તેનું વૈવાહિક જીવન કેટલું સારું છે.

2021 માં, ઈશા વર્મા પણ તેની સાવકી માતા રૂપાલી ગાંગુલી અને પિતા અશ્વિન વર્મા સાથે એક ફ્રેમમાં જોવા મળી હતી. ત્રણેય એકસાથે પોઝ આપી રહ્યા હતા. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પણ આ જ તસવીર શેર કરી છે. ઈશાએ રૂપાલી ગાંગુલીને 'સ્ટાર' (માતા-પિતા) ગણાવી હતી. બંને ઇન્સ્ટાગ્રામ પર પણ એકબીજાને ફોલો કરે છે.