સંબંધિત સમાચાર
- Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે
- The Great Indian Kapil Show 3: નવજોત સિંહ સિદ્ધુનુ 6 વર્ષ પછી કમબેક, અર્ચના પૂરન સિંહ થશે શો માંથી બહાર ?
- કપિલ શર્માની સાથે રાજપાલ યાદવ, રેમો ડિસોઝા અને સુગંધા મિશ્રાને જાનથી મારી નાખવાની ધમકી મળી, પાકિસ્તાનથી ઈ-મેલ આવ્યો.
- કપિલ શર્માને જાનથી મારી નાખવાની ધમકી મળી, મુંબઈ પોલીસ તપાસમાં લાગી
- Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 માં વાપસી પર સ્મૃતિ ઈરાનીએ તોડ્યું મૌન, કહ્યું- હું લાખો ઘરો સાથે જોડાવા માંગુ છું...
કપિલ શર્માના રેસ્ટોરન્ટ પર આતંકવાદીએ અંધાધૂંધ કર્યો ગોળીબાર, આરોપી આ વાતથી હતો નારાજ
kapil sharma cafe
કેનેડામાં કપિલ શર્માના કાફેમાં ગોળીબાર થયો છે. આ ગોળીબારમાં કોઈને ઈજા થઈ નથી. કપિલ શર્માએ કેનેડામાં એક નવું રેસ્ટોરન્ટ ખોલ્યું છે. કેનેડિયન પોલીસે હુમલાખોરોની શોધ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદી હરજીત સિંહ લાડીએ હુમલાની જવાબદારી લીધી છે. હરજીત સિંહ લાડી NIAનો મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. આરોપી હરજીતનો દાવો છે કે તે કપિલ શર્માની કેટલીક ટિપ્પણીઓથી ગુસ્સે હતો, જેના પછી તેણે આ પગલું ભર્યું.
कनाडा में कॉमेडियन कपिल शर्मा के कैफ़े पर अज्ञात हमलावरों ने की फायरिंग, कई राउंड गोलियां चलाई गईं। पुलिस जांच में जुटी है।#KapilSharma #Canada #Firing pic.twitter.com/7i777dHixJ
— Dinesh Sharma (@sdineshaa) July 10, 2025
તાજેતરમાં જ કર્યું હતું ઓપનીંગ
ઉલ્લેખનીય છે કે કપિલ શર્મા હાલમાં તેના નેટફ્લિક્સ શો 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' ની ત્રીજી સીઝનમાં વ્યસ્ત છે. આ સાથે કપિલ શર્માએ તાજેતરમાં કેનેડામાં એક કાફે ખોલ્યો હતો. કપિલ શર્માએ તેના સોફ્ટ લોન્ચમાં પણ હાજરી આપી હતી. તાજેતરમાં કપિલ શર્માની પત્ની ગિન્નીએ પણ કાફેનો એક વીડિયો શેર કર્યો હતો અને અહીં આવેલા લોકોનો આભાર માન્યો હતો. હવે એક કેનેડિયન આતંકવાદીએ કપિલના આ કાફે પર ગોળીબાર કર્યો છે. હવે પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે. આ ગોળીબારનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.