સંબંધિત સમાચાર
- શરદ પૂનમ 2023 - શરદપૂર્ણિમા પર કરશો આ ઉપાય તો બની જશો માલામાલ
- શરદ પૂનમ પર કેવી રીતે બનાવીએ દૂધ પૌવા બનાવવાની રીત
- શરદ પૂર્ણિમા - શા માટે ખીર ચંદ્રમાની રોશનીમાં મૂકવામાં આવે છે
- શરદ પૂનમનું પૌરાણિક મહત્વ - Importance of Sharad Poonam
- Sharad Purnima 2023 Date:આ દિવસે છે શરદ પૂનમ, જાણો પૂજા વિધિ અને શુભ મુહુર્ત
શરદ પૂનમ ગરબા - પૂનમની પ્યારી પ્યારી રાત
ઓ પૂનમની પ્યારી પ્યારી રાત
મારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી…
ચમકે છે નભમાં જેટલાં તારા, હો સપનાં તે એટલાં મનમાં
આજની આ પૂનમ છે જેવી રૂપાળી, એવું જ રૂપ મારા તનમાં
જોજે થાયે ના આજે પ્રભાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
જાગી છે પ્રીત મારી જન્મો જનમની, રમશું રે રાતભર રંગમાં
જાવ જાવ સખીઓ થાશે રે મોડું, સાજન છે કોઈનાં સંગમાં
મને કરવા દ્યોને થોડી વાત, મારી પ્રીતમ સાથે છે મુલાકાત
આજ તું ના જાતી…
