બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રૂસ યુક્રેન વૉર
Written By
Last Updated : શુક્રવાર, 4 માર્ચ 2022 (13:23 IST)

Russia Ukrain War 9th Day- યુક્રેન પર રશિયાના હુમલાનો નવમો દિવસ : અત્યાર સુધી શું-શું થયું?

યુક્રેન પર રશિયાના હુમલાનો નવમો દિવસ : અત્યાર સુધી શું-શું થયું?
 
અત્યાર સુધીના અપડેટ્સ અહીં વાંચી શકો છો:
 
યુકેનમાં રશિયાના હુમલામાં ઝાપોરઝિયા ખાતે આવેલા યુરોપના સૌથી મોટા ન્યૂક્લિયર પાવર પ્લાન્ટમાં આગ
હાલ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો
યુક્રેનના અધિકારીઓ અનુસાર કોઈ જનાહાનિ થઈ નથી
અધિકારીઓ અનુસાર આગની અસર ન્યૂક્લિયર રિએક્ટર પર થઈ નથી
પશ્ચિમના દેશોએ રશિયાના આ હુમલાની ટીકા કરી
રશિયાના હુમલાને આખા યુરોપને ખતરામાં નાખનાર "ભયનાક" અને "બેદવાબદાર" કાર્યવાહી ગણાવી
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝૅલેન્સ્કીએ પુતિન પર "ન્યૂક્લિયર આતંક"નો આક્ષેપ કર્યો
તેમણે યુરોપવાસીઓને વૈશ્વિક વિનાશ તરફ ધ્યાન આપવા - "જાગી જવા" વિનંતી કરી.
ઝૅલેન્ક્સીનો આક્ષેપ "રશિયા ઇતિહાસમાં પરમાણુ પાવર પ્લાન્ટ પર હુમલો કરનાર પ્રથમ દેશ"
રશિયા યુક્રેનના દક્ષિણમાં સૈન્ય કાર્યવાહી તીવ્ર બનાવી રહ્યું છે
ખેરસોન બાદ હવે મારિયુપોલ શહેર પર કબજાની તૈયારી
યુક્રેનથી અત્યાર સુધી 10 લાખથી વધુ લોકો દેશથી છોડીને ગયા
રશિયા અને યુક્રેન વચ્ચે લોકોને નીકળવા માટે "માનવીય કૉરિડોર" બનાવવા પર સહમતી