1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
  4. Major announcement by the Gujarat Police Recruitment Board

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની મોટી જાહેરાત: લોકરક્ષક અને PSI કેડરની કુલ 12,993 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવાઈ

gujarat police bharti board
gujarat police bharti board
 
ગુજરાત પોલીસમાં જોડાવાની ઇચ્છા રાખતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ આવ્યું છે. અગાઉ લોકરક્ષક કેડર માટે 3,000 જગ્યાઓ નક્કી કરાઈ હતી, પરંતુ ગૃહ વિભાગની મંજૂરી મળતાં તેમાં નોંધપાત્ર વધારો કરીને 12,752 જગ્યાઓ પર સીધી ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. તેની સાથે PSI કેડરની 241 જગ્યાઓ પણ જોડાતાં સમગ્ર ભરતી હેઠળ કુલ 12,993 જગ્યાઓ ભરવામાં આવશે.

સુધારેલી જગ્યાઓની સત્તાવાર જાહેરાત

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 20 નવેમ્બર, 2026ના રોજ લોકરક્ષક કેડરની ભરતી અંગે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ ગૃહ વિભાગ દ્વારા વધારાની જગ્યાઓ મંજૂર કરવામાં આવતાં 23 નવેમ્બરના રોજ ભરતી બોર્ડના અધ્યક્ષ અને પોલીસ મહાનિર્દેશક દ્વારા નવી સુધારેલી જગ્યાઓની વિગતો જાહેર કરવામાં આવી છે, જેમાં અગાઉની ભરતીની અન્ય સૂચનાઓ યથાવત્ રાખવામાં આવી છે.
 

PSI કેડરની 241 જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત

લોકરક્ષક કેડરની સાથે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202627/4 મુજબ PSI કેડરમાં પણ કુલ 241 જગ્યાઓ ભરવામાં આવશે. PSI કેડરની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત રહેશે.

માત્ર ઓનલાઈન અરજી અને સત્તાવાર વેબસાઇટની વિગતો

આ ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારો પાસેથી ફક્ત ઓનલાઈન અરજીઓ જ સ્વીકારવામાં આવશે. ભરતી સંબંધિત આગળની સૂચનાઓ, અરજી પ્રક્રિયા અને અન્ય વિગતો માટે ઉમેદવારોને ગુજરાત પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ https://gprb.gujarat.gov.in  અને OJASની વેબસાઇટ https://ojas.gujarat.gov.in પર સતત નજર રાખવાની સલાહ આપવામાં આવી છે.
આગળનો લેખ
Jio ની "હેપ્પી ન્યૂ યર" ઓફર: ₹399 માં અનલિમિટેડ 4G અને 5G ડેટા