ગુજરાતમાં આજે એકસાથે 4-4 જગ્યાએ દિવાલ ધરાશાયી, એકનું મોત, 8 લોકો ઇજાગ્રસ્ત
વરસાદની સિઝનમાં મકાન ધરાશાયી થવાનો સિલસિલો ચાલું છે. આજના દિવસમાં મકાનોની દિવાલ, શાળાની છત, ફેક્ટરીની દિવાલ, સંરક્ષણ દિવાલ ધરાશાયી થવાની 4 ઘટનાઓ સામે આવી છે.
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટની દિવાલ ધરાશાયી થતાં એક શ્રમિકનું મોત થયુ છે
સચિન GIDCમાં દિવાલ ધરાશાયી થતા એકનું મોત
જૂનાગઢમાં પણ એક જર્જરિત છત ધરાશાયી થઈ છે.
મહીસાગર જિલ્લામાંથી એક સાથે 4 મકાનની દિવાલ ધરાશાયી થઈ છે.
ખેડામાં ધોધમાર વરસાદ પડતા મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આશરે રૂપિયા 2.62 કરોડના ખર્ચે બનાવવામાં આવેલી દિવાલ ધરાશાયી થઈ
સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર સેન્ટિંગનું કામ કરી રહેલા કામદારો પર એકાએક દિવાલ તૂટી પડતા ભાગદોડ મચી ગઇ હતી.