સંબંધિત સમાચાર
- Surat Blaze- અસલી હીરો, પોતાનો જીવ જોખમમાં મૂકી,"કેતન દ રીયલ હીરો" એ બાળકોના જીવ બચાવ્યા
- સુરત આગ : 'લોકો અમારાં બાળકોને બચાવવાને બદલે વીડિયો ઉતારતા હતા'- ગ્રાઉન્ડ રિપોર્ટ
- જસદણમાં ભાજપને ઓછી લીડ મળતાં રાજકારણમાં ઉકળતો ચરુ, મુદ્દો હાઈકમાન્ડ સુધી પહોંચ્યો
- મોદીની જીતથી ખુશ થયું પેટ્રોલ પંપનો માલિક, લોકોએ મફતમાં વહેંચી રહ્યા સીએનજી
- સુરતની ઘટનાને પગલે વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ટ્યુશન ક્લાસીસ સામે ઝુંબેશ
સુરતના આગ કાંડમાં બે બિલ્ડરોની ધરપકડ, નાયબ ઈજનેર સસ્પેન્ડ કરાયા
સરથાણા જકાત નાકા નજીક તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં તા. 24મીએ બપોરે લાગેલી આગમાં 22 વિદ્યાર્થીઓનાં મોત થયાં છે. આ દુર્ઘટનામાં આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે બિલ્ડરોની ધરપકડ કરી છે. જેની પૂછપરછના અંતે સુરત મહાનગરપાલિકાના કેટલાક લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓનો ભાંડો ફૂટવાની શક્યતા છે. પાલિકા કમિશનરે વરાછા ઝોનના પૂર્વ ડેપ્યુટી ઇજનેર અને હાલ ઉધના ઝોનમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઇજનેર (સિવિલ) વિનુ કે પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હૂકમ કર્યો છે. આ અંગે બે બિલ્ડરો હરસુલ વેકરિયા, જિગ્નેશ સવજી પાઘડાળ અને ડ્રોઇંગ ક્લાસિસના સંચાલક ભાર્ગવ મનસુખ બુટાણી સામે સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાને સોંપાઈ હતી. તપાસનીશ અધિકારી આર.આર. સરવૈયાએ કહ્યું હતું કે ત્રણ દિવસમાં પોલીસે કુલ 17નાં નિવેદનો લીધાં છે. પાલિકા કમિશનરે વરાછા ઝોનના જે તે સમય ફરજ પર હાજર અધિકારીઓની તપાસ કરાવી હતી. તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું કે, વિનુ પરમારે તક્ષશિલા આર્કેડ વાળી મિલકતની સર્ટીફિકેટ ઓફ રેગ્યુલેશન (સીઓઆર) અને ઇમ્પેકટ ફીની મંજૂરીમાં વિસંગતતા માલૂમ પડી હતી.
