રવિવાર, 10 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 ડિસેમ્બર 2023 (13:13 IST)

ગુજરાતમાં ઉત્તરાયણ પહેલાં વર્ગ 3ના પાંચ હજાર કર્મચારીની ભરતી કરાશે,

sachivalay exam
નવા વર્ષની શુભ શરૂઆત પહેલા જ ગુજરાતમાં ભરતીને લઇ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર, રાજ્યમાં આગામી 15 દિવસમાં જ વર્ગ 3ની 5 હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડાશે. વર્ગ 3ના 5 હજાર કર્મચારીની રાજ્યમાં ભરતી કરાશે. આ અંગે ઉત્તરાયણ પહેલાં જ ગુડ ન્યુઝ મળશે.

ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા આ અંગેનું એલાન કરવામાં આવ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે, બીજી બાજુ વર્ગ 3ની ભરતી માટે સરકારે નિયમોમાં પણ કેટલાંક ફેરફાર કર્યા છે. જેમ કે, હવેથી જૂનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા MCQ પદ્ધતિથી લેવામાં આવશે.

વધુમાં હેડક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સંવર્ગની ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે સામાન્ય વહિવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે.