મુંબઈ ATS વડોદરા પહોંચી, RBI ઓફિસમાં ધમકીભર્યા ઈ-મેઈલ મામલે ઓપ્ટિકલ હાઉસમાં તપાસ
Mumbai ATS reached Vadodara
RBIના મુંબઈ કાર્યાલય સહિત 11 ઠેકાણે બોમ્બ મુકવાના ધમકીભર્યા ઇ-મેઇલ બાદ મુંબઈ ATSની ટીમ દ્વારા વડોદરામાં તપાસ શરૂ કરવામાં આવી છે. મુંબઈ ATSની ટીમે મેમણ જમાતખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરવામાં આવી હતી. ઓપ્ટિકલ હાઉસના ઈન્ટરનેટ રાઉટરનો ઉપયોગ કરીને તાંદલજાના અર્શિલે ઇ-મેઇલ કર્યો હોવાની આશંકાને પગલે મુંબઈ ATSએ સર્ચ કર્યું હતું. જેમાં ઈન્ટરનેટ રાઉટર અને CCTV ફૂટેજ કબજે કર્યાં હતા.
આરોપીએ ઓપ્ટિકલ કાઉસના માલિકને ગેરમાર્ગે દોરીને ઈન્ટરનેટ રાઉટરનો દુરુપયોગ કર્યો હતો. આ પહેલા મુંબઈ પોલીસે મંગળવારે વડોદરા પોલીસને સાથે રાખીને વડોદરા જિલ્લાના પાદરાના રણુ ગામમાં પહોંચી હતી. જ્યાં ગુપ્ત ઓપરેશન હાથ ધરીને આરોપી આદિલની અટકાયત કરી હતી. જેની પૂછપરછ દરમિયાન વડોદરા શહેરમાં રહેતા વધુ બે શખસોના નામ સામે આવ્યા હતા. જેથી મુંબઈ પોલીસ વડોદરા પહોંચી હતી અને આજવા રોડ પર રહેતા મહંમદ વસીમ અને તાંદલજામાં રહેતા મહંમદ અર્શિલની પણ અટકાયત કરી હતી. પોલીસ ત્રણેયને વહેલી સવારે મુંબઈ લઇ ગઈ હતી અને કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ધમકીભર્યો ઈ-મેઇલ રણુ ગામના આદિલના ફોનમાંથી થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.આ દરમિયાન ગતરાત્રે મુંબઈ ATSએ મેમણ જમાતખાનાની ઓફિસ અને એક ઓપ્ટિકલ હાઉસમાં તપાસ કરી હતી. વડોદરા તાંદલજાના રિઝવાન ફ્લેટમાં રહેતા અર્શિલે ઈ-મેઇલ કર્યો હોવાની આશંકાને પગલે મુંબઈ ATSએ સર્ચ કર્યું હતું અને ઇન્ટરનેટ રાઉટર અને CCTV ફૂટેજ કબ્જે કર્યાં હતા. ત્યારબાદ મુંબઈ ATSએ વધુ તપાસ શરૂ કરી છે.