સંબંધિત સમાચાર
- આ લોટની રોટલીઓ ખાશો તો શરીરમાં ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ નહી વધે, તમારુ દિલ પણ રહેશે સ્વસ્થ
- Paneer Roll Recipe - દરેકને ભાવશે પનીર અને વધેલી રોટલીથી બનેલો આ નાસ્તો
- બોરવેલમાં પડી ગયેલ બાળકીનું નિધન
- વિસાવદરના પૂર્વ MLA ભૂપત ભાયાણીનો વીડિયો વાયરલ, AAPના કાર્યકરોએ સવાલો કરતાં ઉભી પૂંછડીએ ભાગ્યા
- રણબીર કપૂરને જય માતાજી બોલવું ભારે પડ્યું
અમરેલીમાં બાળકને દીપડાએ ફાડી ખાધો
ગુજરાતમાં દીપડાએ હુમલો કર્યાની અનેક ઘટનાઓ બની રહી છે. જંગલ વિસ્તાર છોડીને દીપડાઓ હવે ગામ્ય વિસ્તારોમાં આંટાફેરા કરી રહ્યા છે. અમરેલીમાં આદમખોર દીપડાએ 7 વર્ષના માસુમ બાળકનો જીવ લીધો હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, અમરેલી તાલુકાના તળાવ ગામ નજીક આવેલા રમણીકભાઈ દેવાણીના ખેતરમાં અચાનક દીપડો આવી ચડ્યો હતો અને ખેત મજૂર પરિવારના 7 વર્ષના બાળક અમિતને દબોચી લીધો હતો. જે બાદ દીપડો બાળકને લઈને ભાગ્યો હતો. જોકે, બાળકના પરિવારજનો બૂમાબૂમ કરવા લાગતા દીપડો બાળકને લોહિયાળ હાલતમાં જ છોડીને નાસી છૂટ્યો હતો.
