સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 ડિસેમ્બર 2019 (12:44 IST)

અરબી સમુદ્રમાં ફરીવાર બે સિસ્ટમ સક્રિય થઈ, ગુજરાતમાં માવઠાની સંભાવના

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદનો ખતરો સર્જાયો છે કારણ કે અરબી સમુદ્રમાં દક્ષિણપશ્ચિમ અને દક્ષિણપૂર્વમાં બંને તરફ એક એક સિસ્ટમ સક્રિય છે. જેમાથી દક્ષિણપશ્ચિમ તરફ સક્રિય લો પ્રેશર ડીપ્રેશનમાં પરિવર્તિત થઈ છે અને આગામી 48 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તત થઈ જશે, અને 72 કલાકમાં સોમાલીયા તરફ આગળ વધશે તો દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં સક્રિય લો પ્રેશર 24 કલાકમાં ડીપ્રેશનમાં પરિવર્તિત થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોમાં ફફડાટ વ્યાપ્યો છે. ખરીફ પાકમાં થયેલા પારાવાર નુકસાન બાદ માવઠાથી રવિ પાક બગડવાની ભીતિ સેવાઈ રહી છે. ગ્લોબલ વોર્મિંગની અસરને પગલે અરબી સમુદ્રમાં સતત ડીપ્રેશનની સ્થિતિ સર્જાતા રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સ્થિતિ ઉદ્ભવી છે. અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા લો પ્રેશરને પગલે રવિવારે બોડેલી પંથકના રાજબોડેલી સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું હતું. રાજ્યમાં હાલ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે માવઠાથી જગતના તાતને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. હાલમાં કપાસ, ડુંગળી, એરંડા અને તુવેર જેવા પાકો યાર્ડમાં વેચાણ અર્થે આવી રહ્યા છે. રાજ્યના વિવિધ યાર્ડમાં હરાજી માટે લાવતો પાક માવઠાને પગલે બગડવાની દહેશત ખેડૂતોને સતાવી રહી છે.