ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 23 સપ્ટેમ્બર 2019 (12:06 IST)

ગુજરાતમા ફરી વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી

ગુજરાતમાં સિઝનનો વરસાદ થઈ ચૂક્યો છે પણ હજી વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ઉત્તમ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. આથી સૌરાષ્ટ્રના કાંઠે વાવાઝોડું ત્રાટકવાની આશંકા છે. માછીમારોને દરિયો નહીં ખેડવાની સલાહ આપવામાં આવી છે.
ચોમાસાની સીઝન પુર્ણ થઇ છે. પરંતુ હજુ વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં રવિવારે પણ ઠેર-ઠેર વરસાદ પડયો હતો. તેમજ હવામાન વિભાગે વરસાદની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ પવનની ઝડપ 40 થી 60 કિમી રહેવાની હોય માછીમરોને દરિયો ન ખેડવા તાકીદ કરી છે. આ ઉપરાંત વેરાવળ, રાજુલા, પોરબંદર સહિતનાં દરિયા કિનારે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
જૂનાગઢ જિલ્લાનાં મેંદરડામાં 1 ઇંચ, જયારે કેશોદમાં અડધો ઇંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ અને વિસાવદરમાં ઝાપટા પડયા હતાં. જ્યારે ગીર-સોમનાથ જિલ્લાનાં સૂત્રાપાડાનાં ધામળેજમાં 4 ઇંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત તાલાલા, વેરાવળમાં અડધો ઇંચ અને ગીરગઢડા અને ઊનામાં ઝાપટા પડયા હતાં. તેમજ હવામાન વિભાગે 23 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેની સાથે જ 40 થી 60 કિમીની ઝડપે પવન ફુંકાવાની સંભાવના વ્યક્ત કરી છે. જેથી માછીમારોને ન ખેડવા તાકિદ કરવામાં આવી છે.