સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 જાન્યુઆરી 2018 (12:33 IST)

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે તોગડીયાનો પર્દાફાસ કર્યો, એન્કાઉન્ટરની વાત ઉપજાવેલી હતી

વિશ્વહિન્દુ પરિષજના નેતા ડો. પ્રવીણ તોગડિયાએ એન્કાઉન્ટરના ડરથી રાજસ્થાન પોલીસની ધરપકડ ટાળવા નાટક રચ્યું હોવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો હતો, એટલું જ નહી તોગડિયા કારમાં કોતરપુર પહોચ્યા હતા ત્યાં તેમના મિત્ર ઘનશ્યામે ૧૦૮ને બોલાવી હતી અને તેઓ શાહીબાગની ચન્દ્રમણિ હોસ્પિટલમાં બેભાન હાલતમાં આવ્યા હોવાની વાત ખોટી સાબિત થઇ હતી.

એમ્બ્યુલન્સના સ્ટાફે ચેકઅપ કરતાં તેમની તબિયત બિલકુલ સારી હતી. પ્રવીણ તોગડિયાનું અપહરણ કરવામાં આવ્યું હોવાની વાતને લઇને સોમવારે વીએચપીના કાર્યકારોએ સોલા પોલીસ સ્ટેશન હોબાળો મચાવ્યો હતો અન એસજીહાઇવે તથા પાલડીમાં વાહનો રોકીને ચક્કાજામ કર્યો હતો. આ બનાવ અંગે ક્રાઇમબ્રાંચ જેસીપી જે.કે.ભટ્ટના જણાવ્યું હતું કે તમામ ફોન કોલ્સ અને સીસીટીવી ફૂટેજના આધારે સ્પષ્ટ થયું હતુ, કે પ્રવીણ તોગડિયા સવારે ૧૧ વાગે પોતાના સાથી કાર્યકર ધીરુભાઇ કપુરીયા સાથે રિક્ષામાં બેસીને પાલડી વીએચપી કાર્યાલયથી નીકળ્યા હતા. ત્યાંથી નહેરુનગર પહોચીને તેમના મિત્ર ઘનશ્યામભાઇનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હતો અને થલતેજમાં સગીની બંગલોઝ ખાતે ઘનશ્યામભાઇના ત્યાં ૧૧.૩૦ વાગે પહોચ્યા હતા. પ્રવીણ તોગડિયાના ઉતાર્યા બાદ ધીરુભાઇ કપુરીયા થોડોક સમય રોકાઇને બપોરે ૨ વાગે નહેરુનગર આવ્યા હતા અને પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કર્યો હતો. ત્યારબાદ રાત્રે ૮ કલાકે ઘનશ્યામભાઇ ચરણદાસે પોતાના ડ્રાઇવર નિકુલ રબારીને બોલાવીને કારમાં પ્રવીણભાઇની લઇને નીકળ્યા હતા જ્યાં સરદારનગર કોતરપુર ખાતે રાત્રે ૮.૩૦ વાગે પહોચ્યા હતા. ઘનશ્યામભાઇને પોતાના ડ્રાઇવરના મોબાઇલ ફોનથી ૧૦૮ને ફોન કરીન અજાણ્યા બિમાર હોવાની વાત કરીને ડ્રાઇવરને ત્યાંથી રવાના કર્યો હતો. અમ્બ્યુલન્સના ટેનીકનીશનના ્સ્ટાફે આવીને પ્રવીણ તોગડિયાને ચેકઅપ કર્યા ત્યારે તેમની તબિયત બીલકુલ સારી હતી. જો કે ઘનશ્યામભાઇ કહેવાથી પ્રવીણ તોગડિયાને શાહીબાગની ચન્દ્રમણિ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ઘનશ્યામભાઇ ત્યાંથી રવાના થઇ ગયા હતા. બીજીતરફ મોડી રાતે ચન્દ્રમણી હોસ્પિટલના ડોક્ટરોએ ્પ્રવીણ તોગડિયા અર્ધ બેભાન હાલતમાં હોવાની જાહેરાત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ચન્દ્રમણિના ડોક્ટરના પણ નિવેદનો લેવામાં આવશે અને ડોક્ટરોએ કોના ઇશારે આ નાટકને સમર્થન આપ્યું હતુ, તે દિશાામાં પણ તપાસ કરવામાં આવશે. આમ પ્રવીણ તોગડિયાના અપહરણ અને એન્કાઉન્ટરના ૧૧ કલાક સુધી ચાલેલા નાટકનો ખૂદ પોલીસે જ ભાંડો ફાડયો હતો.