ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 17 જાન્યુઆરી 2018 (12:53 IST)

Live Video - ગાંધી આશ્રમમાં મોદી અને નેત્યાનાહૂ, રેંટિયો કાંત્યો અને પતંગ પણ ચગાવ્યો

અમદાવાદ આવેલા ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સાબરમતી ખાતે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં નેતન્યાહૂએ રેટીંયો કાંત્યો હતો. નેતન્યાહૂએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી હતી. સાથે મોદી અને નેતન્યાહૂએ હ્રદયકુંજની મુલાકાત લઇ ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી હતી. ખાસ કરીને ગાંધી આશ્રમ ખાતે નેતન્યાહૂએ તેમના પત્ની સાથે પતંગ ચગાવ્યો હતો.

છેલ્લાં બે વર્ષમાં ચીન અને જાપાનના વડાપ્રધાન આવી ચૂક્યા છે. હવે ઈઝરાયલના વડાપ્રધાન પધાર્યા છે. જિનપિંગ, શિન્ઝો આબે અને નેતન્યાહૂ ત્રણેયમાંથી સૌથી વધુ ખતરો ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂ સામે છે. એટીએસનાં સૂત્રોનું કહેવું છે કે, નેતન્યાહૂને વિશ્વવ્યાપી ત્રાસવાદી સંગઠનોથી ખતરો હોવાથી સિક્યુરિટી પણ તે પ્રમાણેની ગોઠવાઈ છે
.




- નેતન્યાહૂ અને પીએમ મોદીએ ઉડાવી પતંગ 
- નેતન્યાહૂએ સાબરમતી આશ્રમમાં ચલાવ્યો ચરખો 
- રોડ શો માં ભારતીય સંસ્કૃતિની ઝલક 
 
વડાપ્રધાન મોદી અને  ઇઝરાયલી PM નેતન્યાહૂની અમદાવાદ મુલાકાતને લઈને શહેર સુરક્ષાના અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગયું છે. બંને નેતાઓ શાહીબાગથી સાબરમતી આશ્રમના 7 કિમી સુધી રોડ શો શરૂ થયો જેને લઈને આ રસ્તા પર 7000 જેટલા સુરક્ષાકર્મીઓનો ખડકલો કરી દેવામાં આવ્યો છે. મોદી સરકારમાં અમદાવાદ ત્રીજી વખત વિશ્વના કોઈ દેશના ટોચના લીડરની આગતાસ્વાગતા માટે તૈયાર થઈ ગયું છે. ઈઝરાયલી PM બેન્જામિન નેતન્યાહૂ અને તેમના પત્ની સારા આજે અમદાવાદના મહેમાન બન્યાં છે. 7 કિમીના રુટ પર કુલ 32 જેટલા સ્ટેજ બનાવવામાં આવ્યા છે

જેના પરથી અલગ અલગ રાજ્યોની સંસ્કૃતિની ઝલક મળી રહે તે માટે પરંપરાગત નૃત્ય પ્રદર્શીત કરવામાં આવશે.આ સમગ્ર રસ્તા પર હિન્દી અને હિબ્રુ ભાષમાં મોટા મોટ બેનર્સ અને બંને વડાપ્રધાનના વિશાળ કટઆઉટ્સ મુકવામાં આવ્યા છે. રાજ્ય પોલીસના અહેવાલ મુજબ 50000 જેટલા લોકો આ રોડ શોને જોવા માટે ઉમટ્યાં છે. જેથી સમગ્ર રુટ પર 20 જેટલા એન્ટ્રી પોઇન્ટસ રાખવામાં આવ્યા છે. તો ઇઝરાયલી સમાજના લોકો અને જે યહુદીઓ ભારતમાં જ સેટલ થયા છે તેમના માટે એક ખાસ સ્ટેજ નિર્માણ કરવામાં આવ્યું છે.