ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (16:40 IST)

પૂર્વ ડીજીપી પી.પી. પાંડેય ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાંથી મુક્ત થઈ ગયા

ઈશરત જહાં એન્કાઉન્ટર કેસમાં પૂર્વ ડીજીપી પી.પી. પાંડેય હવે આ કેસમાંથી મુક્ત થઈ ગયા છે. પી.પી. પાંડેયએ  કેસમાંથી મુક્ત થવા માટે અરજી કરી હતી. તેમણે કરેલી ડિસ્ચાર્જ અરજી સીબીઆઈ કોર્ટે મંજુર કરી હતી. જુન-2004માં ઇશરત જહાં સહિત ચાર વ્યકિતઓ કોતરપુર વોટર વર્કસ પાસે એન્કાઉન્ટરમાં ઠાર મરાયા હતા. ગુજરાત પોલીસે આ ચારેય મૃતકો લશ્કર-એ-તૌઈબાના આંતકવાદીઓ અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા આવ્યા હોવાનો દાવો કર્યો હતો. આ એન્કાઉન્ટર ફેક હોવાનું કહીને પી.પી.પાંડેને પણ તેમાં આરોપી બનાવવામાં આવ્યા હતા. બનાવટી એન્કાઉન્ટર કેસમાં પાંડે 18 માસનો જેલવાસ ભોગવી ચૂક્યા છે.ઇશરત કેસમાં ધરપકડ બાદ પાંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જામીન પર મુક્ત થયા બાદ તેમને સર્વિસમાં પરત લેવાયા હતા. ત્યાર બાદ સરકારે નિવૃત્તિ બાદ તેમને એક્ષટેન્શન આપીને ગુજરાતમાં કારોબારી ડીજીપી બનાવી દીધા હતા. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે તેનું એક્ષટેન્શન રદ્દ કરી તાત્કાલિક હોદા પરથી દૂર કરવાનો આદેશ આપ્યો હતો.