સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

રોજ લીલા શાકભાજી કેમ ખાવા જોઈએ ?

જો તમે સ્વસ્થ રહેવા માંગો છો તો રોજ લીલા શાકભાજી અને ફળોનુ સેવન ખૂબ જ જરૂરી હોય છે. તમે બધાએ બાળપણથી વડીલોને કહેતા સાંભળ્યુ હશે કે લીલા શાકભાજી અને ફળ જરૂર ખાવ. તેઓ આમ જ નહોતા કહેતા. પણ આ વાત લીલા શાકભાજી અને ફળોના મોટા મોટા ગુણોને જોઈને જ કહેવામાં આવતી હતી. 
 
લીલા શાકભાજી અને ફળમાં અનેક એવા ગુણ હોય છે જે શરીરને નુકશાન પહોંચાડ્યા વગર તેને સ્વસ્થ બનાવી દે છે. દરેક પ્રકારના રોગોથી મુક્તિ અપાવવામાં પણ લીલી શાકભાજીનો અભૂતપૂર્વ સહયોગ હોય છે. ડોક્ટર પણ લીલી શાકભાજી અને સાગ તેમજ ફળનું સેવન પર વધુ જોર આપે છે અને તેથી ગો ગ્રીન ફંડા સૌથી વધુ કારગર હોય છે. એક અભ્યાસ મુજબ લીલી શાકભાજી અને ફળોનું સેવન કરવાથી હ્રદય સંબંધી રોગ થવાના શક્યતા રહેતી નથી. 
 
અનેક લોકોને લાગે છે કે લીલા શાકભાજી કરત વધુ પૌષ્ટિક સી ફૂડ અને મીટ હોય છે. પણ એવુ નથી. શાકભાજીમાં  જે ગુણ હોય છે તે શરીરમાં વસા અને કોલેસ્ટ્રોલ વધારતા નથી અને તેમને પચાવવા માટે મહેનત પણ કરવી પડતી નથી.  આવો જાણીએ લીલા શાકભાજી ખાવાના ફાયદા... 
 
1. જાડાપણુ ઘટાડે - શાકભાજીઓનુ સેવન કરવાથી શરીરમાં ચરબી વધતી નથી અને શરીર સ્વસ્થ પણ રહે છે. એક અભ્યાસ મુજબ જે સ્ત્રીઓ બીન્સનું સેવન કર્યુ તે માંસ ખાનારી મહિલાઓ કરતા વધુ સ્વસ્થ જોવા મળી અને તેમની અંદર રોગ અને કેંસર હોવાનો ખતરો પણ 33 ટકા ઓછો હતો. 
 
2. કેંસર સામે લડે - લીલી શાકભાજીઓમાં ઘણા બધા ગુણ હોય છે જે શરીરને ખૂબ મજબૂત બનાવી દે છે. તેમા વિટામિન સી પણ હોય છે જે શરીરને કેંસર જેવી ઘાતક બીમારી થવાથી પણ લડવાની ક્ષમતા પ્રદાન કરે છે. 
 
3. બીપી ઓછુ કરે - જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા રહે છે તેઓ લીલી શાકભાજીનુ સેવન નિયમિત રૂપે કરે. તેનાથી તેમને ખૂબ આરામ મળશે 
 
4. લોહી વધારે - શરીરમાં લોહીની કમી થતા પાલક જેવી લીલી શાકભાજી ખૂબ ફાયદો કરે છે. તેનાથી શરીરમાં આયરન વધે છે અને ભરપૂર પ્રમાણમાં લોહી બને છે. સાથે જ શાકભાજીમાં મેગ્નેશિયમ હોય છે જેનાથી બીપી પણ નિયંત્રણમાં રહે છે. 
 
5. મોતિયાબિંદ થવાથી બચાવે - એક વય પહેલા જ મોતિયાબિંદની સમસ્યા અનેક લોકોમાં થઈ જાય છે. પ્ણ જો તમે નિયમિત રૂપે લીલી શાકભાજીનું સેવન કરી રહ્યા છો તો આ બીમારીનો સામનો જલ્દી નહી કરવો પડે. લીલી શાકભાજીઓમાં વિટામીન સી હોય છે જેનાથી આંખોમાં મોતિયાબિંદની સમસ્યા થતી નથી. સ્પ્રાઉટ પણ આ મામલે ખૂબ લાભકારી છે. 
 
6. યોગ્ય કોલેસ્ટ્રોલ બનાવે - એવોકૈડો જેવા ફળ પણ ખૂબ લાભકારી હોય છે. તેમા વસા ન બરાબર હોય છે. જેનાથી શરીરમાં કોલેસ્ટ્રોલ વધતુ નથી અને શરીર ફિટ રહે છે. 
 
7. બ્લડ લિપિડ લેવલને ઓછુ કરે - એડામામે એક રીત લીલી અપરિપક્વ સોયાબીન હોય છે જે પ્રોટીનથી ભરપૂર હોય છે.  તેનુ સેવન કરવાથી શરીરમાં વિટામિન એ કેલ્શિયમ અને આયરનની માત્રા ખૂબ સારી રહે છે. તેનાથી શરીરમાં ફૈટ વધતુ નથી અને બ્લડ લિપિડ લેવલ પણ મેંટેન રહે છે. કોરિયા, જાપાન અને હવાઈમા તેને સ્નૈકના રૂપમા ખાવામા આવે છે.  
 
8. એંટીઑક્સીડેંટથી પ્રતિરોધક ક્ષમતા વધે છે. લીલી શાકભાજી અને ફળોમાં એંટીઓક્સીડેંટની માત્રા ખૂબ હોય છે. તેનાથી શરીરની પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. સાથે જ તેમા જીવાણુરોધી ગુણ પણ હોય છે.