જનતાનો ન્યાય - રેપના આરોપીઓને પોલીસચોકીમાંથી બહાર કાઢીને જીવતા સળગાવી નાખ્યા
અરુણાચલ પ્રદેશમાં માસૂમ બાળકી સાથે રેપ અને તેની હત્યાના આરોપીને ત્યાના લોકોએ જ સરેઆમ સજા આપી દીધી. રેપના આરોપી સંજય સબર(30) અને જગદીશ લોહાર (25)ને લોકોએ પહેલા પોલીસ મથકમાંથી બહાર કાઢીને માર્યો અને ત્યારબાદ વચ્ચે બજારમાં બંનેને જીવતા સળગાવી નાખ્યો. મામલામાં આઈજી નવીને જણાવ્યુ કે 12 ફેબ્રુઆરીના રોજ બાળકી સાથે રેપ પછી તેની હત્યા કરવામાં આવી. બાળકીનુ માથુ ઘડથી અલગ કરવામાં આવ્યુ હતુ. અહી સુધી કે તેના શરીર પર કપડા પણ નહોતા. બાળકીનો મૃતદેહ એ જ ચા ના બગીચામા6થી મળ્યો જ્યા પર બંને આરોપી કામ કરતા હતા. બાળકીની હત્યા પછી બંને આરોપી ફરાર થયા હતા.
પોલીસે બંનેને પકડવા માટે એક ટીમની રચના કરી અને તેમને અસમમાંથી ધરપકડ કરી. બંનેયે પોતાનો ગુનાહ કબૂલ પણ કર્યો હતો. કોર્ટે બંને આરોપીઓને ન્યાયિક ધરપકડમાં મોકલી અપયો હતો. સંજય અને જગદીશને તેજૂ પોલીસ મથકમાં મુકવામાં આવ્યો હતો. જ્યારે ગામવાળાને આ સમાચાર મળ્યા કે બંને પોલીસચોકીમાં બંધ છે તો ત્યા ભીડ એકત્ર થઈ ગઈ. પહેલા તો ભીડે પોલીસચોકીમાં તોડફોડ કરી અને પછી લોકઅપમાંથી આરોપીનો બહાર ચારરસ્તા પર લાવીને તેમને જીવતા સળગાવી દીધા. આ ઘટના પર મુખ્યમંત્રી પેમા ખાંડુએ કહ્યુ કે આ એક દુર્ભાગ્યપૂર્ણ છે. લોકોએ કાયદો પોતાના હાથમાં ન લેવો જોઈએ. તેમને બાળકી સાથે બળાત્કાર અને હત્યાની ઘટનાને બર્બર અને અમાનવીય બતાવી.