webdunia

Notifications

webdunia
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. Platform at Botad Railway Station

બોટાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર સાત પર ઊભેલી બોટાદ-ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનના ત્રણ ડબ્બામાં આગ લાગી

botad railway station
બોટાદ રેલવે સ્ટેશને ટ્રેનમાં આગ લાગી છે. ડેમુ ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી. પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે આગ લાગી જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. રેલવે વિભાગના અધિકારીઓને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.

બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર સાંજે 6 વાગે ઊપડે છે. ટ્રેન બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાં હતી ત્યારે એકાએક વિકરાળ આગ લાગી હતી. જોકે આગ લાગવાનું કારણ હજી અકબંધ છે. ફાયર ટીમને જાણ થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.

બોટાદ-ધ્રાંગધ્રા ટ્રેનમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી હતી. કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી. ફાયર ટીમ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આશરે 3 ડબ્બામાં આગ લાગી હતી. સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં મોટી દુર્ઘટના ટળી હતી.ફાયર ફાઈટરના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
ये भी पढ़ें
આપ નેતા ગોપાલ ઇટાલિયાની કરાઈ ધરપકડ, હર્ષ સંઘવી પર વિવાદિત ટિપ્પણી મુદ્દે નોંધાઈ હતી ફરિયાદ