અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયો, સપ્તાહ બાદ ગરમીનો પારો 44 ડિગ્રી થશે
અમદાવાદમાં ગરમીમાં વધારો થઇ રહ્યો છે અને સતત ત્રીજા દિવસે 40 ડિગ્રીથી વધારે તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 40.5 ડિગ્રીએ ગરમીનો પારો રહ્યો હતો જ્યારે અમરેલીમાં 40.8 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમી નોંધાઇ હતી.
17 અને 18 એપ્રિલે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરાયો છે. તેમજ હીટ એક્શન પ્લાન અંતર્ગત યલો એલર્ટ પણ જાહેર કરાયો છે. તમને જણાવી દઈએ કે, 41થી 43 ડિગ્રી તાપમાન હોય ત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવે છે. આગામી 23 થી 27 એપ્રિલ દરમિયાન પારો ૪૨ ડિગ્રીથી વધુ નોંધાય તેવી સંભાવના છે.