ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 4 ડિસેમ્બર 2019 (14:44 IST)

હેલ્મેટ હવે નહીં પહેરવું પડે, ગુજરાત સરકારનો હેલ્મેટને લઈને સૌથી મોટો નિર્ણય

ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યની પ્રજા માટે મહત્વપૂર્ણ નિર્ણય આવ્યો છે. હવેથી નગરપાલિકા અને મહાનગરપાલિકાની હદમાં આવતાં વિસ્તારો અને રોડ પર બાઈક (ટુ વ્હિલર) ચલાવતી વખતે મરજિયાત કરાયો છે.કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ રાજ્યના પરિવહન મંત્રીએ મીડિયા સાથે વાતચીત વખતે જણાવ્યું કે આજથી રાજ્યના નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારની હદ અને રોડ પર બાઈક ચાલકે હેલમેટ પહેરવો ફરજિયાત નહીં રહે અને પોલીસ આ સંદર્ભે કોઈ પણ પ્રકારોન દંડ નહીં કરે. આ સાથે આ બંને વિસ્તારો સિવાયના તમામ હાઈવે અને ગામડાઓના એપ્રોચ રોડ પર હેલમેટ પહેરવો ફરજિયાત છે.પરિવહન મંત્રી ફળદુએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે રાજ્ય સરકારને ફરજિયાત હેલમેટ કાયદા વિશે અનેક રજુઆતો આવી હતી. આ રજુઆતો અને હેલમેટ ફરજિયાત પહેરવાના નિર્ણયથી પડતી સામાજિક અગવડતાંઓને ધ્યાને રાખી કેબિનેટ બેઠકે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.