શાળાઓમાં ફરજિયાત ગુજરાતી વિષયના નિર્ણયને મોકુફ રખાયો?
ગુજરાત સરકાર દ્વારા તમામ શાળાઓમાં પહેલા ધોરણથી જ ગુજરાતી ભાષા ફરજિયાત કરવાના નિર્ણયને મુલત્વી રાખવામાં આવ્યો છે. સરકારે અગાઉ માર્ચ મહિનામાં જાહેરાત કરીને ગુજરાતી ભાષા રાજયની તમામ શાળાઓના તમામ સીબીએસઈ, આઈસીએસઈ અને આઈજીસીએસઈ સહિતના બોર્ડમાં તથા ગુજરાતી માધ્યમની જેમ જ અંગ્રેજી માધ્યમમાં પહૈલા ધોરણથી ફરજીયાત ભણાવવી પડશે તેમ આદેશ કર્યો હતો. રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યુ હતું કે અમે તમામ બોર્ડ તથા શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત કરવાનું હાલ મુલત્વી રાખ્યું છે.
ગુજરાત બોર્ડની શાળાઓમાં આ વર્ષ જૂન મહિનાથી જ તેનો અમલ કરવા માટે નિર્ણય કર્યો હતો. જેને આગામી દિવાળી સુધી મુલત્વી રખાશે. કારણ કે શાળાઓને નવા શિક્ષકો નિમવા ઉપરાંત પુસ્તક તૈયાર કરવા માટે સમય લાગી શકે છે. શિક્ષણવિદો પહેલેથી જ આ નિર્ણયને વખોડતા આવ્યા છે. સીબીએસઈ શાળાઓમાં પહેલેથી જ પહેલા ધોરણમાં બે ભાષાઓ હિન્દી અને અંગ્રેજી શીખવવામાં આવે છે. ત્યારે ત્રીજી ભાષાના કારણે વિદ્યાર્થીઓને ભારણ વધી જાય છે. ત્યારે સીબીએસઈ શાળામાં છઠા ધોરણથી ત્રીજી ભાષાની ઓળખ કરાવવામાં આવે છે. ત્યારે રાજય સરકારના મતે જે રાજયમાં રહેતા હોય ત્યાંની સ્થાનિક ભાષાથી પરિચીત થવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ત્રીજી ભાષાની ઓળખ યોગ્ય ઉમરે કરાવવામાં આવે તે જરૂરી છે એવું અમદાવાદના મહારાજા અગ્રસેન વિદ્યાલયના સંચાલક શોભા ત્યાગી જણાવે છે.<br> જયારે ગુજરાત બોર્ડની સંત કબીર શાળાના પ્રિન્સીપાલ પ્રજ્ઞા પંડયા જણાવે છે કે ગુજરાતી પહેલેથી જ મોટા ધોરણોમાં વૈકલ્પીક વિષય છે. તો અમારી પાસે નવી ભાષા પહેલા અને બીજા ધોરણમાં શીખવવા માટે પુરતો સ્ટાફ છે. જેથી અમે સરકારના નિર્ણય સાથે સહમત છીએ.