બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 24 એપ્રિલ 2018 (14:17 IST)

લ્યો બોલો સિરિયામાં અમેરિકાના હૂમલાથી ગુજરાતને ફાયદો કેવી રીતે થયો

સિરીયા પર અમેરીકાના મિસાઇલ હૂમલાથી કાચા તેલની કિંમતો વધુ વધવાની આશંકા છે. ત્યાંજ સોના અને ઓર્ગેનીક જીરાના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે સીરીયા ઓર્ગેનીક જીરુંનું ઉતાપદન કરનાર વિશ્વનો પ્રમુખ દેશ છે. તેના જીરુંની માંગ ઘણા દેશોમાં છે. જોકે ભારતમાં આ વર્ષે જીરુંનું ઉત્પાદન ગત વર્ષની સરખામણીએ વધુ સારૂ છે તેમ છતા કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. મંડીઓમાં જીરુંનો ભાવ રૂ.16 હજાર પ્રતિ ક્વિન્ટલ પાર કરી ગયો હતો અને મે સુધી તેમાં વધારો થવાની સંભાવના છે.

સીરિયાથી નવા જીરાની આવક મે અંત સુધીમાં આવી શકશે. આ વચ્ચે સોનાનો ભાવ રૂ. 32 હજારમાં પણ સતત વૃધ્ધિ થઇ રહી છે. જ્યારે કે ક્રૂડ ઓઇલમાં ચાર ડોલર પ્રતિ બેરલની વૃધ્ધિ જોવા મળી રહી છે. ભારતમાં ડોલરની સરખામણીએ રૂપિયો નબળો પડવા પર હાલમાં બેવડો માર પડી રહ્યો છે. જોકે ભારત કાચા તેલનો વિશ્વમાં ત્રીજો સૌથી મોટો આયાતકાર છે. જેની ખરીદી ડોલરમાં કરવામાં આવે છે. ડોલર મોંઘો થવાના કારણે ડિઝલ -પેટ્રોલની કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. એજ કારણ છે કે પેટ્રોલ અને ડિઝલના ભાવ વિતેલ સાડા ચાર વર્ષમાં ઉંચી સપાટીએ પહોંચ્યા છે. રૂસ અને સાઉદી અરબનું ઉત્પાદન ઘટવું તે પણ મોટુ કારણ છે. સીરિયા પર અમેરીકા- રૂસ અથડામણ અને અમેરીકા ચીન આયાત ડ્યૂટી વિવાદ ઉંડો જાય છે તો બ્રેટ ક્રૂડ ઓઇલનો ભાવ ત્રણ માસમાં 80 ડોલર પ્રતિ બેરલ આસ પાસ પહોંચી શકે છે. જોકે વિતેલ ચાર વર્ષ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તર પર કાચા તેલનું ઉત્પાદન સર્વોચ્ય સ્તર પર છે. પરંતુ જો અમેરીકા અને રૂસ વચ્ચે અથડામણ વધે છે તો ક્રૂડના ભાવ વધુ વધશે. એપ્રિલની શરૂઆતથી લઇને પેટ્રોલના ભાવ હાલ સુધીમાં 50 પૈસા વધી ચૂક્યા છે.