રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : બુધવાર, 13 નવેમ્બર 2024 (16:07 IST)

મહારાષ્ટ્ર ચૂંટણી - ઈલેક્શન પહેલા જ ઉદ્ધવ ઠાકરેએ કર્યો ખેલ, CM પદ પર ઠોક્યો દાવો, MVA માં થઈ શકે છે વિવાદ

uddhav thackeray
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે વોટિંગની તારીખમાં હવે એક અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે. આવામાં બધી રાજનીતિક પાર્ટી સંપૂર્ણ તાકત લગાવીને ચૂંટણી પ્રચારમાં લાગી છે. જોકે વોટિંગના ઠીક પહેલા મહાવિકાસ અઘાડીના દળ શિવસેના યુબીટીએ મોટો રાજનીતિક પગલુ ઉઠાવ્યુ છે. શિવસેનાએ મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકી દીધો છે. એવુ માનવામાં આવી રહ્યુ છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીએ આ પગલાથી મહાવિકાસ અઘાડીમાં વિવાદ અને વધુ  ઉંડુ થઈ શકે છે. 
 
શુ છે આખો મામલો ?
ઉલ્લેખનીય છેકે સામના છાપામાં આજે શિવસેના તરફથી એક જાહેરાત આપવામાં આવી છે. આ જાહેરાતમાં લખ્યુ છેકે મશાલ આવશે ... મહારાષ્ટ્રમાં કુટુંબ પ્રમુખનુ નેતૃત્વ આવશે. શિવસેના ઉદ્ધવ ઠાકરેના પ્રચાર કુટુંબ પ્રમુખ એટલે કે પરિવારના પ્રમુખના રૂપમાં સતત પ્રચાર કરી રહી છે. મહારાષ્ટ્રમાં મતદાનના અઠવાડિયા પહેલા ઠાકરે સેના તરફથી સત્તાવાર રૂપમાં મુખ્યમંત્રી પદ પર દાવો ઠોકી દેવાથી MVA માં વિવાદ થઈ શકે છે. 
 
શિંદેએ સાધ્યુ ઉદ્ધવ પર નિશાન 
બીજી બાજુ પ્રદેશના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યુ છે. સોમવારે એક ચૂંટણી જનસભા દરમિયાન શિંદેએ ઉદ્ધવ પર તંજ કસતા કહ્યુ કે શિવસેનાનુ ચૂંટણી ચિહ્ન મશાલ તોબસ ઘરોમાં આગ લગાવવાનુ કામ કરી રહી છે. આ સાથે જ શિંદેએ મુસ્લિમ વોટ બેંકનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે તેમના પક્ષમાં વધી રહેલ મુસ્લિમ વોટ જલ્દી વિખરાય જશે. 
 
 ચૂંટણી ક્યારે છે?
 
મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે તમામ 288 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કાનું મતદાન થશે. દરમિયાન 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે. 
ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ:
 
 
ચૂંટણી જાહેરનામું બહાર પાડવાની તારીખ- 22.10.2024 (મંગળવાર)
 
નામાંકન માટેની છેલ્લી તારીખ- 29.10.2024 (મંગળવાર)
 
નામાંકનની ચકાસણીની તારીખ- 30.10.2024 (બુધવાર)
 
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ- 04.11.2024 (સોમવાર)
 
મતદાન તારીખ- 20.11.2024 (બુધવાર)
 
મતગણતરી તારીખ - 23.11.2024 (શનિવાર)