ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 એપ્રિલ 2018 (15:05 IST)

ડેપ્યુટી સીએમએ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવ્યા, બાદમાં દલિતોએ દૂધથી પ્રતિમા ધોઈ

આજે આંબેડકર જયંતિ નિમિત્તે બાબા સાહેબની પ્રતિમાને બીજેપીના નેતાઓ ફુલહાર પહેરાવવા નીકળ્યા છે. આ સિવાય મંત્રીઓ અને મુખ્યમંત્રી રૂપાણીએ પણ બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણામાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર પહેરાવ્યા હતા. પરંતુ આ માલ્યાર્પણ કર્યા બાદ દલિત સમાજે આંબેડકરની મૂર્તિને દૂધથી ધોઈને શુદ્ધ કરી હતી.

થોડા દિવસ પહેલા દલિત નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ બીજેપીના નેતાઓને આંબેડકરની પ્રતિમાથી દૂર રહેવાની ચીમકી આપી હતી. તો બીજી તરફ આજે રાજ્યમાં ચૂસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે બીજેપી નેતાઓ અને કાર્યકરો બાબા સાહેબને ફુલ ચડાવવા પહોંચ્યા હતા.