ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 14 એપ્રિલ 2018 (12:03 IST)

વડોદરામાં પુષ્પાંજલિ કાર્યક્રમમાં દલિતો અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ

દેશ અને રાજ્યભરમાં આજે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરા શહેરમાં વહેલી સવારથી જ વિવિધ સંગઠનો દ્વારા અનેક કાર્યક્રમો શરૂ કરી દેવામાં આવ્યાં હતાં. સૌ પહેલાં ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા જતાં દલિત કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા. જેના પગલે ભારે હોબાળો મચ્યો હતો. હોબાળા વચ્ચે પણ ભાજપના સાંસદ અને શહેર ભાજપના આગેવાનો, કાર્યકરો રેસકોર્ષ સ્થિત ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરની 127મી જન્મ જયંતિની ઉજવણીના પૂર્વ દિવસે જ વડગામના ધારાસભ્ય અને દલિત નેતા જીગ્નેશ મેવાણીએ ભાજપનાં કાર્યકરોને ડૉ. બાબાસાહેબની પ્રતિમાને સ્પર્ષ કરવા નહીં દઈએ તેવા આપેલા નિવેદનના પગલે અગાઉથી જ ઘર્ષણનાં એંધાણ સર્જાયા હતા. તેવામાં આજે વહેલી સવારે વડોદરામાં ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ કરવા જઈ રહેલા દલિત કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા.

જેના પગલે કાર્યકરો ઉશ્કેરાયા હતા. પોલીસ અને દલિત કાર્યકરો વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. શહેર ભાજપ દ્વારા મનુભાઈ ટાવર ખાતે આવેલા કાર્યાલયથી બંધારણ સન્માન યાત્રા કાઢવામાં આવી. પ્રદેશ મહામંત્રી જીવરાજ ચૌહાણ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, સાંસદ રંજનબેન ભટ્ટ, મેયર, ભારત ડાંગર, વડોદારા ના ધારાસભ્યો, તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતો. ડૉ. બાબા સાહેબ ની પ્રતિમા ને ખુલ્લી જીપમાં પ્રસ્થાપિત કરીને બાબા સાહેબના ગીતો સાથે પદયાત્રા રેસકોર્સ સર્કલ ખાતે પહોંચી હતી. જ્યાં ભાજપના કાર્યકરોએ બાબા સાહેબની પ્રતિમાંને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.