બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 13 એપ્રિલ 2018 (13:26 IST)

દલિતોના એટ્રોસિટીના મોટાભાગના કેસોમાં છેલ્લા 28 વર્ષમાં આરોપો સાબિત ના થયાં

એક તરફ નિર્દોષો સામે વધી રહેલા એટ્રોસિટીના કેસો સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. બીજી તરફ કેટલાક સમુદાયો આ હુકમ સામે રસ્તા પર ઉતર્યા છે ત્યારે અમદાવાદ શહેરમાં 1990થી અત્યાર સુધીમાં માંડ 7 ટકા જેટલા કેસમાં જ આરોપીઓ દોષી પુરવાર થયા છે. 883 જેટલા કેસ એટલે કે 88 ટકા કેસમાં આરોપીઓ નિર્દોષ મુક્ત થયા છે. આ અંગે એડવૉકેટ સુધાંશુ ઝાનું કહેવું છે કે ‘એટ્રોસિટી એક્ટની ફરિયાદમાં સામાન્ય રીતે અનેક ક્ષતિ રહેતી હોય છે.સામાન્ય રીતે જાહેર જગ્યાએ જ્યારે કોઈ જાતિવાચક અપશબ્દો બોલવામાં આવે ત્યારે જ આ કાયદો લાગુ પડે છે. તેમજ ઘણા કિસ્સામાં પછીથી ફરિયાદો નોંધાઈને મોટા પાયે સમાધાન કરવામાં આવતું હોવાનું પણ જોવા મળે છે.’કૂકવાડાના મુકેશ જયસ્વાલ સામે 2017માં જાતિવાચક અપશબ્દો કહ્યાનો આરોપ હેઠળ 22 ફેબ્રુઆરી, 2018એ ફરિયાદ થઈ. 91 દિવસ પછી ફરિયાદ થતાં પગલાં ન લેવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે.