ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 એપ્રિલ 2018 (15:26 IST)

સાંસદ પરેશ રાવલની દત્તક ગામ સામૈત્રી માટે 3 વર્ષમાં માત્ર 2 સમીક્ષા બેઠક!

સાંસદ પરેશ રાવલે પોતાના દત્તક લીધેલા ગામની મુલાકાત લીધી હતી. તેમણે આદર્શ ગ્રામ તરીકે દત્તક લીધેલા સામૈત્રી ગ્રામ પંચાયતની મુલાકાત લીધી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે વડા પ્રધાન મોદીની આદર્શ ગ્રામ યોજના હેઠળ અમદાવાદના સાંસદ પરેશ રાવલ દ્વારા ગાંધીનગરના દહેગામ તાલુકાના સામૈત્રી ગામને ત્રણ વર્ષ પહેલાં દત્તક લેવામાં આવ્યું હતું. ગામમાં યોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્વાસ્થ્ય, શિક્ષણને લઈ ગામલોકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરેશ રાવલે ગામને દત્તક લીધું ત્યારે એક સમીક્ષા બેઠક કરી હતી અને અત્યારે એક બેઠક કરી છે.

આમ, ત્રણ વર્ષમાં માત્ર બે જ બેઠક કરી હતી. અગાઉ પણ પરેશ રાવલ વિશે ગામલોકો દ્વારા તેમની સમસ્યાને લઈ ગાંધીનગર ખાતે ફરિયાદ કરવામાં આવી હતી. વારંવાર મળેલી ફરિયાદોને લઈ સાંસદ પરેશ રાવલે આદર્શ ગ્રામ તરીકે દત્તક લીધેલા સામૈત્રી ગ્રામપંચાયતની આજે મુલાકાત લીધી હતી. પરેશ રાવલે દત્તક લીધેલા ગામમાં સ્વાસ્થ્ય અને શિક્ષણસંબંધી બાબતોને લઈ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. પરેશ રાવલને તપાસમાં જાણવા મળ્યું હતું હજુ પણ ગામમાં કુપોષિત બાળકો મળી રહ્યાં છે તેમ જ 3 વર્ષેના અંતે ગામની પ્રાથમિક શાળામાં 10 ટકાનો ડ્રોપ આઉટ રેશિયો બહાર આવ્યો છે. સાંસદ પરેશ રાવલે ગામમાં ચલાવવામાં આવતી સ્માર્ટ આંગણવાડીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપયોગ કરી સુધારો કરવા તેમ જ શાળામાં આવેલા ઓરડાઓમાં સુધારાઓ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.પરેશ રાવલે ગામમાં કુપોષિત બાળકો, શાળાઓના ઓરડા, આંગણવાડીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈને અધિકારીઓને યોગ્ય પગલાં લેવાની સૂચના આપી હતી. તેમણે અધિકારીઓને ગામમાં અધૂરાં રહેલાં કાર્યો વહેલી તકે પૂર્ણ કરવા પણ જાણાવ્યું હતું. દલિતમુદ્દે પુછાતાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં કોંગ્રેસ દલિતોમુદ્દે રાજકારણ કરી રહ્યા છે.