શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 11 એપ્રિલ 2018 (12:11 IST)

લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે પીપાવાવ પોર્ટે 12 ગામડાઓમાં વોટર એટીએમ મુક્યાં

પીપાવાવ પોટૅ સામાજિક જવાબદારીના ભાગરૂપે આસપાસના 12 ગામડાઓમાં વોટર એટીએમ સ્થાપિત કર્યા છે. જ્યાંથી લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહ્યુ છે. પાણીની તંગીમાં આ વોટર એટીએમ ઉપયોગી થવાની સાથે સાથે પાણીજન્ય રોગો સામે પણ લોકોને રક્ષણ આપી રહ્યા છે. એપીએમ ટર્મિનલ પીપાવાવ પોર્ટ દ્વારા આ વોટર એટીએમ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. અહીં આસપાસના ગામડાઓમાં પીવાના પાણીની તંગી છે. જેને પગલે લોકો દૂર-દૂરથી પાણી મેળવી રહ્યા છે.જેવું મળે તેવું પાણી મેળવી કામ ચલાવી રહ્યા છે. દૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગોના ભોગ પણ બની રહ્યા છે. તેવા સમયે પીપાવાવ પોટૅ સામાજિક જવાબદારીની નિભાવી અહીં વોટર એટીએમ પ્રસ્થાપિત કર્યા છે.

આસપાસના ગામોમાં મુકાયેલા વોટર એટીએમમાંથી લોકો પીવાનું શુદ્ધ પાણી મેળવી રહ્યા છે. પીપાવાવના મેનેજિંગ ડિરેક્ટર કોલ્ડ પેડરસને જણાવ્યું હતું કે ગ્રામજનોના સ્વાસ્થ્ય માટે સ્વચ્છ પાણીનું મહત્વ અમે સમજીએ છીએ. તેમને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તેની પહેલ કરી છે જેની અમને ખુશી છે.પિપાવાવ પોર્ટ આસપાસના જુની માંડરડી, નિંગાળા, જોલાપુર, હડમતીયા,  ઉન્ટીયા, જુની બારપટોળી,  નવી બારપટોળી,  કુંભારીયા,  મોટા આગરિયા, રાજ્પરડા અને નવી માંડરડીમાં વોટર એટીએમ મુકાયા છે.