બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 ડિસેમ્બર 2022 (09:58 IST)

રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને CBSE માન્ય સંસ્થા શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ માટે NETS પરીક્ષા યોજાશે

exam
SHRESHTA યોજના અંતર્ગત અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને CBSE માન્ય શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨ સુધી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે. જેમાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને National Testing Agency (NTA) દ્વારા લેવામાં આવતી National Entrance Test for SHRESHTA-NETSદ્વારા પસંદ કરી ધોરણ-૯ અને ૧૧માં મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવે છે.
 
આ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ માટે National Entrance Test for SHRESHTA (NETS) એપ્રિલ ૨૦૨૩માં યોજાઈ શકે તેવી સંભાવના છે. અનુસૂચિત જાતિના પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીએ NTA Portal પર https://nta.ac.inઅથવા https://shreshta.nta.nic.inવેબસાઈટ પર નોંધણી કરવાની રહેશે.
 
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે SCHEME FOR RESIDENTIAL EDUCATION FOR STUDENTS IN HIGH SCHOOLS IN TARGETED AREAS-SHRESHTAયોજના અમલમાં છે. જેમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓને CBSE માન્ય સંસ્થા-શાળાઓમાં વિનામૂલ્યે ઉચ્ચ કક્ષાનું શિક્ષણ આપવામાં આવે છે તેમ નિયામકશ્રી,અનુસૂચિત જાતિ કલ્યાણ, ગાંધીનગરની યાદીમાં જણાવાયુ છે.