શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (12:19 IST)

થરાદમાં વખતો વખત હારેલા માવજીભાઈ પટેલ આજે ભાજપ ભેગા થાય તેવી શક્યતાઓ

ગુજરાતની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસે થરાદથી ટિકિટનાં આપતા માવજી પટેલ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હાથે ભાજપનો ખેસ પહેરે તેવી પુરેપુરી શક્યાતાઓ દેખાઇ રહી છે. મહત્વનું છે કે 2017માં પણ કોંગ્રેસે ટિકિટ ન આપતા તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતાં. જેમાં તેઓ હારી ગયા હતાં. જોકે, ચૂંટણી પુરી થતાં જ તેઓ કોંગ્રેસ સાથે ભરી ભળી ગયા હતાં. તેમને આ વખતે પણ કોંગ્રેસ પાસેથી ટિકિટની લાલશા હતી જે પણ ફોગ ગઇ છે. ત્યારે તેમણે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો ખેસ પહેરવાનું નક્કી કર્યું છે. તેઓ આજે પોતાના સમાજ અને સમર્થકો સાથે એક બેઠક કરવાનાં છે જેમાં તેઓ આ અંગે નિર્ણય કરશે.માવજીભાઈ પટેલના મારવાડી પટેલો સમાજનાં 21હજાર વોટ થરાદની ચૂંટણી માટે નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. વર્ષ 2017માં કોંગ્રેસે માવજીભાઈ પટેલને ટિકિટ ન આપતા તેવો અપક્ષ ચૂંટણી લડ્યા હતાં. વર્ષ 2017માં અપક્ષ ચૂંટણી લડી માવજીભાઈ પટેલે 42,982 વોટ મેળવ્યાં હતાં. માવજીભાઈ પટેલ 1990માં જનતા દળમાંથી ચૂંટણી લડી ધારાસભ્ય બન્યા હતાં. ત્યાર બાદ એક વાર કોંગ્રેસ અને બે વાર અપક્ષ માંથી હાર્યા છે. મળતી માહીતી પ્રમાણે તેમની તરફ કોંગ્રેસ ધ્યાન આપતી ન હોવાને કારણે હવે ભાજપમાં જોડાવવાનું મન બનાવી લીધું છે.થરાદ વિધાનસભા મત વિસ્તારમાં કુલ 2,09,183 મતદાતાઓ છે. જેમાં 1,15,684 પુરુષ અને 1,02,119 સ્ત્રી મતદાતાઓ છે. થરાદ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપ તરફથી જીવરાજ પટેલને ઉમેદવાર બનાવ્યા છે. જેવો થરાદ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન છે. તો કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને મેદાને ઉતાર્યા છે. જે પ્રદેશમાં યુથ કોંગ્રેસના પ્રમુખ છે અને થરાદના ભૂતપૂર્વ ધારસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. તો એનસીપીએ પુંજાભાઈ દેસાઈને મેદાને ઉતર્યા છે. તો આ સિવાય અન્ય 4 અપક્ષ ઉમેદવારે થરાદમાં ઉમેદવારી નોંધાવતા 7 ઉમેદવારો મેદાનમાં છે.