સંબંધિત સમાચાર
- ગુજરાતના 51 તાલુકાઓમાં સિઝનનો 40 ઇંચથી વધુ વરસાદ, હજુ ત્રણ દિવસ ધમરોળશે
- હિમાચલમાં આ મહિનામાં કોન્સ્ટેબલ ભરતીની લેખિત કસોટી થઈ શકે છે
- ગુજરાતમાં જે 'કૉંગો ફીવરે' માથું ઊંચક્યું છે, તે રોગ શું છે અને તેનાથી કઈ રીતે બચવું?
- -7 શિખર મંત્રણા દરમિયાન ભારતીય સમય પ્રમાણે સોમવારે બપોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મુલાકાત કરી હતી.
- મહેસાણામાં છોકરીની છેડતી મુદ્દે જૂથ અથડામણ, એકની અટકાયત
કડાણા ડેમમાંથી 2.5 લાખ ક્યૂસેક પાણી છોડાતા લુણાવાડા-અમદાવાદ હાઇવે બંધ કરાયો
ગુજરાતમાં મેઘરાજાની નવી ઈનિંગ શરુ થઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે મધ્ય ગુજરાતમાં કડાણા ડેમમાંથી આજે સવારથી 2.5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમ ઉપરવાસમાં આવેલ મહીં બજાજ સાગર ડેમમાં પાણીની આવક વધતા તેમજ કેચમેંટ વિસ્તારમાં સતત વરસાદના પગલે 3 લાખ ક્યુસેક પાણીની આવક થતાં ડેમની સપાટી 416 ફુટ સુધી પહોંચી છે. હાલ ડેમની ભયજનક સપાટી 419 ફૂટ અને ડેમ 93 ટકા જેટલો ભરાયો છે. હડોળ પુલ પર પાણી ફરી વળતા લુણાવાડા-અમદાવાદ હાઇવે બંધ કરવામાં આવ્યો છે. કડાણા ડેમમાંથી પાણી છોડતા મહીસાગર બે કાંઠે વહી રહી છે. વડોદરા અને મહીસાગર જિલ્લાને જોડતા ગળતેશ્વર-વરસડા બ્રિજને સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યો છે. હાલ આ બ્રિજની નીચેથી પાણી વહી રહ્યું છે. ઉપરવાસમાં આવેલા બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવાની માહિતી મળતા કડાણા જળાશય વિભાગને મળતા હાલ તંત્ર દ્વારા ડેમના 17 ગેટ 6 ફુટ જેટલા ખોલીને 2.5 લાખ ક્યૂસેક સુધી પાણી છોડવાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે ઘોડિયાર પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. અને મહીસાગર નદી કાંઠાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

