બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 23 જુલાઈ 2019 (17:54 IST)

જૂનાગઢમાં કોંગ્રેસ ફિનિશઃ ભાજપે બહુમતી મેળવી, 59માંથી 50 બેઠક પર વિજય

જુનાગઢ મહાનગરપાલિકાના જાહેર થયેલ  47 બેઠકોના ચૂંટણી પરિણામોમાં તમામ 47 બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય.

દલિતો અને લઘુમતીઓના મત જૂનાગઢ મહાનગરપાલિકામાં નિર્ણાયક બન્યા
 
જુનાગઢ માં દલિતો અને લઘુમતીઓને અન્યાય થયો તે નિવારવા કોંગ્રેસ નિષ્ફળ ગઈ
 
મને મેયર તરીકે ટિકિટ આપવાની વાત થઈ હતી પણ ન આપી જો મેયર તરીકે ટિકિટ આપી હોત તો પણ આ પ્રકારના પરિણામો આવી શકે
 
ભાજપ સામ-દામ-દંડ-ભેદની નીતિના કારણે વિજય થાય છે
 
ભીખાભાઈ જોશી ધારાસભ્ય જુનાગઢ કોંગ્રેસ

ભીખાભાઈ જોશી નું નિવેદન
 
જનતા જનાર્દન નો આદેશ માથા ઉપર ચઢાવું છું
 
હાર ની  સંપૂર્ણ જવાબદારી મારી, મારી નિષ્ફળતા કહો યા નબળાઈ
 
દરેક વોર્ડ માં  લઘુમતિ અને દલિત સમાજ ના મતો નિર્ણાયક હતા
 
આ બંને સમાજ ના મત મેળવવા માં થાપ  ખાઈ ગયા
 
શામ દામ દંડ ભેદ અને ખરીદ વેચાણ ની નીતિ ની જીત થઈ
 
પહેલા ટિકિટ વહેચણી મુદ્દે મારી નારાજગી હતી પરંતુ બાદ માં નિરાકરણ આવી ગયું હતું
 
ભીખાભાઈ જોશી નો ચોંકાવનારો આક્ષેપ
 
જવાહર ચાવડા પહેલા મને ફોડવા નો પ્રયાસ થયો હતો
 
મંત્રીપદ ની ઓફર કરાઈ હતી પણ હું મક્કમ રહ્યો
 
પ્રામાણિકતા ની રાજનીતિ માં હું માનું છું

જીતુ વાઘાણી 
 
જૂનાગઢ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતોમાં જીત મળી છે 
 
2017 ની વિધાનસભા, મહાનગરપાલિકાઓ , નગરપાલિકા, લોકસભા માં પ્રજા ભાજપની સાથે રહી છે 
 
જનમત અને ભાજપ એક થયા છે 
 
કોંગ્રેસના પ્રપંચ અને વિવિધ રાગ આલાપ છતાં ભાજપ ની જીત થઈ છે 
 
કોંગ્રેસે રાગ આલાપ બંધ કરીને કોંગ્રેસને બંધ કરી દેવી જોઈએ
 
આ પ્રજા અને લોકશાહીની જીત છે 
 
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ખાતુ ખોલાવવા કોંગ્રેસ તરસી ગઈ છે
કોંગ્રેસનો ખૂબ ખરાબ રીતે રકાસ જનતા એ કર્યો છે 
 
તાલુકા-જિલ્લા પંચાયતો એમની જોડે છે તેમ છતાં પેટા ચૂંટણીઓ કોંગ્રેસ હારી
 
જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો છે એ વિસ્તારોમાં પેટા ચૂંટણી કોંગ્રેસ હારી
 
ચોટીલા, રાજુલા, લીંબડી, ધાનેરા, અમરેલી, ધંધુકા તમામ જગ્યાએ કોંગ્રેસ હારી છે
46 તાલુકા પંચાયતોમાંથી 36 ભાજપ જીતી 
 
5 જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસની 4 હતી એ પણ ભાજપ જીત્યું

જૂનાગઢ મહાનગરપાલિકા માં કોંગ્રેસ પાસે 15 બેઠકો હતી એમાંથી ફક્ત 1 બેઠક સુધી સીમિત થઈ છે
જૂનાગઢ મહાનગરપાલિકા માં કોંગ્રેસ પાસે 15 બેઠકો હતી એમાંથી ફક્ત 1 બેઠક સુધી સીમિત થઈ છે

 






જૂનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. ભાજપે જૂનાગઢ મનપામાં બહુમતી મેળવી લીધી છે. ભાજપે કુલ 59 બેઠકમાંથી 50 પર જીત મેળવી છે, જ્યારે કોંગ્રેસનું ખાતું પણ ખુલ્યું નથી. આમ જુનાગઢ મનપામાં પણ લોકસભા ચૂંટણી જેવી સ્થિતિ ઉભી થઈ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકમાંથી કોંગ્રેસને એકપણ બેઠક મળી નહોતી. 
જ્યારે જિલ્લા પંચાયતની પાંચેય બેઠકો ભાજપે જીતી લીધી છે. મનપા ચૂંટણીમાં પહેલા બેલેટ પેપરની મતગણતરી કરવામાં આવી હતી. મહત્વનું છે કે 23 રાઉન્ડમાં 44 ટેબલ પર 264 કર્મીઓ દ્વારા મત ગણતરી કરવામાં આવી રહી છે. લગભગ બપોરે બાર વાગ્યા સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. મોટાભાગના વોર્ડમાં પેનલ તુટે તેવી સંભાવના છે. 
વોર્ડ નં. 1, 2, 5, 6, 9, 10,11, 13, 14માં ભાજપની પેનલનો વિજય થયો છે. ભાજપની જીત નિશ્ચિત મનાતા ભાજપમાં જીતના જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસનું હજી સુધી ખાતું પણ ખુલ્યું નથી. જૂનાગઢ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપની જીત નિશ્ચિત મનાતા રાજકોટના કોર્પોરેશન ચોકમાં ફટાકડા ફોડી ભાજપે ઉજવણી કરી હતી.
કુતિયાણા તાલુકા પંચાયતની પાંચ બેઠકનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બે બેઠક પર કોંગ્રેસ અને ત્રણ બેઠક પર ભાજપની જીત થઇ છે. ડેગી, ખાગેશ્રી અને કોટડા બેઠક પર ભાજપનો વિજય થયો છે જ્યારે વિજયદેવડા અને ચૌટા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે.શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થાય તે માટે મત ગણતરી સ્થળ પર 650થી વધુ પોલીસનો બંદોબસ્ત કરવામાં આવ્યો છે. મત ગણતરી સ્થળ માટેના બિલ્ડીંગની અંદર, બહાર તેમજ ગ્રાઉન્ડમાં પણ સ્થાનિક પોલીસ, SRPની ટુકડીઓ તૈનાત કરાઈ છે.