સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 23 જુલાઈ 2019 (13:09 IST)

વિકાસે ગાંધીને પણ ના છોડ્યા! ઈન્કમટેક્ષ ફ્લાયઓવર પરથી વરસાદી પાણી ગાંધીજીની પ્રતિમા પર પડ્યું

અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા ઇન્કમટેક્સ જંકશન પર તૈયાર કરાયેલા ફલાયઓવરનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકાર્પણ કર્યુ છે. આ ઉપરાંત બ્રિજની નીચેની દીવાલો પર ગાંધીજીના ચિત્રો દોરેલા છૅ.ઇન્કમટેક્ષ સર્કલ પર જ્યાં બ્રીજ બનાવવામા આવ્યો છે ત્યાં વર્ષોથી ગાંધીજીની પ્રતિમા છે. આ પ્રતિમા અનેક વિરોધ પ્રદર્શન જેવા કાર્યક્રમોની સાક્ષી રહી છે આ પ્રતિમાને અહીથી ગાંધી આશ્રમ કે અન્ય જગ્યાએ ખસેડવાની વાત કરવામાં આવી હતી. પરંતુ વિવાદનો વંટોળ સર્જાવાની શક્યતાને જોતા તેમ કરવામા આવ્યુ નથી.58કરોડના ખર્ચે બનેલા ઈન્કમટેક્સ ઓવરબ્રિજનું 3 જુલાઈએ ઉદઘાટન થયું હતું. આ બ્રિજની બનાવટમાં ખામીને કારણે સોમવારે સાંજે પડેલા વરસાદ પછી બે બ્રિજ વચ્ચેની ફાટમાંથી પાણીનો ધધૂડો સીધો ગાંધીજીની પ્રતિમાના માથા પર પડે છે. જેના કારણે ગાંધીજીની ગરિમાને ઝાંખપ લાગે છે. આ પ્રતિમા ઈન્કમટેક્સથી ખસેડવા મુદ્દે અગાઉ લાંબો વિવાદ ચાલ્યો હતો. એક તબક્કે તો ગાંધી બાપુની પ્રતિમા વાડજ લઈ જવાની વિચારણા હાથ ધરાઈ હતી. અંતે પ્રતિમા ત્યાં જ રાખવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ પૂરતી દરકાર નહીં લેવાતા વરસાદમાં આ સ્થિતિ સર્જાઈ હતી.