સંબંધિત સમાચાર
- વિકાસે ગાંધીને પણ ના છોડ્યા! ઈન્કમટેક્ષ ફ્લાયઓવર પરથી વરસાદી પાણી ગાંધીજીની પ્રતિમા પર પડ્યું
- જૂનાગઢમાં કોંગ્રેસ ફિનિશઃ ભાજપે બહુમતી મેળવી, 59માંથી 50 બેઠક પર વિજય
- ઝૂઠા "ટ્રંપ કાર્ડ' થી ગર્માવી સિયાસત, પીએમ મોદીએ દેશની સાથે કર્યું દગો: કાંગ્રેસ
- લાયન્સ ક્લબ ઓફ ઈન્ટરનેશનલ ડિસ્ટ્રીકટની શપથ સેરેમની યોજાઈ
- ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો સંક્ષિપ્ત પરિચય :
પાક વીમામાં ખાનગી કંપનીઓને બે વર્ષમાં ₹ ૩૨૭૯ કરોડ જેટલી રકમનો ચોખ્ખો નફો થયો
વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૮માં રવી અને ખરીફ સિઝનમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા કુલ રૂ. ૫૬૦૦ કરોડ કરતાં વધારે રકમ સરકારી તિજોરીમાંથી વીમા પ્રીમિયમ પેટે ચૂકવવામાં આવી અને રૂ. ૭૯૯ કરોડ કરતાં વધારે રકમ ખેડૂતો દ્વારા ચૂકવવામાં આવી. આમ કુલ રૂ. ૬૪૦૦ કરોડ જેટલી રકમ વીમા પ્રીમિયમ પેટે વીમા કંપનીઓને ચૂકવવામાં આવી. આ જ સમયગાળા દરમિયાન વીમા કંપનીઓ દ્વારા રૂ. ૩૧૧૯ કરોડની રકમ પરત ચૂકવવામાં આવી છે. એટલે ખાનગી વીમા કંપનીઓ આ બે વર્ષમાં રૂ. ૩૨૭૯ કરોડ જેટલી રકમનો ચોખ્ખો નફો લઈ ગઈ છે એવું ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં ધાનાણીએ જણાવ્યું હતું કે, આપણે ત્યાં કહેવત છે કે, ઘી ખીચડીમાં જ રહેવું જોઈએ, કાઠા ન ચૂસી જાય. ભાજપ સરકારની જે પાક વીમા નીતિ છે તેના કારણે સરકારને પણ નુકસાન થાય છે, ખેડૂતોને હકનો પાક વીમો મળતો નથી અને ખાનગી કંપનીઓ સરકારી તિજોરી લૂંટી જાય છે.
અગાઉ આ એગ્રીકલ્ચર ઈન્સ્યુરન્સ કંપની ભારત સરકાર-રાજ્ય સરકારની ભાગીદારીવાળી હતી એ ઘી ખીચડીમાં જ રહેતું હતું. જ્યારે સારું વર્ષ હોય ત્યારે સરકારી કંપની કમાય અને નબળું વર્ષ હોય ત્યારે એમાંથી પાછું ખેડૂતોના ઘરમાં જતું હતું. ત્યારે ખાનગી વીમા કંપનીઓને આ ક્ષેત્રમાં પ્રવેશ આપવાના કારણો શું છે?

