ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (18:22 IST)

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં દેશના પાંચ રાજ્યમાંથી ગુજરાતનો સમાવેશ નહીં

• ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ દેશના ટોપ પાંચ રાજ્યોમાં ભાજપ સાસીત એક પણ રાજ્ય નહીં
• ભાજપ શાસિત મધ્ય પ્રદેશ કર્ણાટક અને હરિયાણાની સ્થિતિ ઘણી ચિંતાજનક
 
ન્યાય પાલિકા - ન્યાય પ્રણાલીને મજબૂત કરવા માટે નાણાંની ફાળવણી કર્મચારી માનવ બળ, કામનો બોજ વિવિધતા અને ન્યાયપાલિકામાં સંસાધનો, ઇન્ફાસ્ટ્રકચર જેવી બાબતો મુખ્ય છે દેશના લોકતંત્ર માટે મજબુત ચાર પાયા માં જસ્ટિસ ડિલિવરી ,પોલીસ,જ્યુડીસરી, પ્રીઝન એન્ડ લીગલ એઈડમાં મહત્વની બાબતો ને દેશના 18 રાજ્યો ની ઉપલબ્ધ સંપૂર્ણ માહિતી ના મૂલ્યાંકન ભાજપ શાસિત રાજ્યો ની અતિ ખરાબ સ્થિતિ અંગે જવાબ માંગતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય  પ્રવક્તા ડૉ મનીષ દોશીએ જણાવ્યું કે ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટ દેશની 18 રાજ્યોમાં ન્યાયપાલિકા ની સિસ્ટમ માં ગુજરાતનો ટોપ પાંચ રાજ્યોમાં સમાવેશ થતો નથી. જસ્ટિસ ડિલિવરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની સ્થિતિ સહીત ના માપદંડોના આધારે  ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટના તારણો ચોંકાવનાર છે ન્યાય પાલિકા થી ઉપલબ્ધ સાધનો, કર્મચારીઓની સંખ્યા અને સમગ્ર કામગીરી ના માપદંડોના આધારે મૂલ્યાંકનમાં ભાજપ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ કર્ણાટક અને હરિયાણાની સ્થિતિ ઘણી જ ચિંતાજનક છે
 
ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં દેશના ટોપ પાંચ રાજયોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી તે બતાવે છે કે ૨૫ વર્ષથી શાસન કરતી ભાજપ સરકારમાં નાગરિકોને ન્યાય સમયસર મળે તે માટે ન્યાયપાલિકા સુધારણા અને  આધુનિકરણ પાછળ ઇચ્છાશક્તિનો સદંતર અભાવ જોવા મળે છે જેના પરિણામે લાખો નાગરિકો પરેશાનીઓનો ભોગ બનતા હોય છે. વિલંબથી મળતો ન્યાય તે અન્યાય કહેવાય ત્યારે ભાજપના શાસકોને ન્યાયપાલિકા માટે જરૂરી સંશોધનો અને જરૂરી ન્યાય આપવાની કામગીરી માટે જરૂરી નાણાકિય સ્રોત સુવિધાઓની હકીકતો ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટમાં ખુલી પડી ગઈ છે. 
 
ઇન્ડિયન જસ્ટિસ રિપોર્ટના આવેલા અહેવાલો એ રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને રાજ્ય સરકાર તેમની કાર્યપદ્ધતિથી ન્યાયપાલિકાનાં માળખાને સુદ્રઢ કરવા જરૂરી ઇચ્છાશક્તિ દર્શાવશે તો જ ગુજરાતના નાગરિકોને ફાયદો થશે અને ન્યાય વ્યવસ્થામાં ગતિશીલતા આવશે અને સામાન્ય માણસનો ન્યાયપાલિકા વ્યવસ્થામાં વિશ્વાસ વધશે.