ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 2 ફેબ્રુઆરી 2021 (10:07 IST)

અપક્ષ ઉમેદવારો માટે 169 ચૂંટણી પ્રતિક: કાતર, બ્રશ, ડોલ, કેક, કુકર, વેલણ, આદુ, દ્રાક્ષ, લંચ બોક્સ, ગિટાર,મગફળી, અખરોટ, માઉસ, મિક્સરનો સમાવેશ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રોની સાથે ત્રણ મુક્ત પ્રતીકોની પસંદગી કરવાની હોય છે આ મુક્ત પ્રતીકો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા નક્કી કરવામાં આવ્યા હોય છે રાજ્ય ચૂંટણી આયોગે આ માટે 169 જેટલા મુક્ત પ્રતીકોની પસંદગી કરી દીધી છે.જેમાં ફૂટબોલ ,ફુવારો ફ્રોક , લાઇટર લંચબોક્સ ,બારી ,સ્ટેપ્લર ,માઈક સિતાર ,કાતર કરવત ,સિલાઈ ,મશીન ,વહાણ, કેરમ બોર્ડ ,બ્રીફ કેસ, બ્રશ, ડોલ, કેક, કેલ્ક્યુલેટર કેરબો, સીસીટીવી કેમેરા, ચપ્પલની જોડી, કલર અને બ્રશ, કોમ્પ્યુટર માઉસ, ડીઝલ પંપ, મિક્સર મશીન, પરબીડિયું જેવા પ્રતિકો ફાળવવામાં આવ્યા છે
 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ખાસ કરીને ચૂંટણી પંચે 169 જેટલા મુખ્ય પ્રતીકો જાહેર કરી દીધા છે. અમુક પ્રતીકો તો રોજબરોજની ઉપયોગમાં લેવાતી વસ્તુઓ ફળ- ફૂલના પ્રતીકોની પસંદગી ઉમેદવારો કરી શકશે .મુખ્ય રાજકીય પક્ષો સિવાય અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ઉમેદવારોએ આ પ્રતીક પસંદ કરવાના રહેશે.
 
ચૂંટણીપંચ દ્વારા રાષ્ટ્રીય પક્ષો ના નિશાન અને માન્ય નોંધણી થયેલા રાજકીય પક્ષોના ચિન્હો ને બાદ કરતા 169 એટલા મુક્ત પ્રતીકોની જાહેરાત કરી છે. તેમાં રસોડામાં રોજબરોજના ઉપયોગમાં લેવામાં આવતા પાટલા -વેલણ, ગરણી,ગેસ સ્ટવ, પ્રેશર કુકર, કડાઈ ,ફ્રાઈંગ પેન કીટલી ,કિચન સિનક ,માચીસ બોક્સ, ખાવાનું ભરેલી થાળી, પ્લેટ નું સ્ટેન્ડ ,ઘડો ,પાઉં- રોટી ખાંડણી- દસ્તો, બ્રેડ ટેસ્ટર,સૂપડા જેવા નિશાનો સમાવેશ થાય છે.
 
આ સિવાય રોજબરોજના ઉપયોગમાં લેવાતી વસ્તુઓ જેવી કે દરવાજાનું હેંડલ, કાચનો ગ્લાસ, હેલ્મેટ, લેપટોપ, લેટર બોક્સ, નેલ કટર ,ઓશીકું, પેન ડ્રાઈવ, પંચિંગ મશીન, ટીવી રીમોટ ટેબલ, હાથ લાકડી જેવી વસ્તુઓને મુક્ત પ્રતીકમાં મૂકવામાં આવી છે.
 
આ સિવાય પણ શાકભાજી અને ફળ ફૂલનો ઉપયોગ પણ ચૂંટણી પ્રતીક તરીકે મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં ફળ ભરેલી ટોપલી, સિમલા મિર્ચ, કોબી, ફ્લાવર, આદુ, દ્રાક્ષ લીલુ મરચું, આઇસ્ક્રીમ, ભીંડા, મગફળી ,નાસ્પતિ, વટાણા ,અનાનસ ,અખરોટ અને તરબૂચ નો સમાવેશ થયો છે.
 
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ફૂટબોલ ,ફુવારો ફ્રોક , લાઇટર લંચ બોક્સ ,બારી ,સ્ટેપ્લર ,માઈક સિતાર ,કાતર કરવત ,સિલાઈ ,મશીન ,વહાણ, કેરમ બોર્ડ ,બ્રીફ કેસ, બ્રશ, ડોલ, કેક, કેલ્ક્યુલેટર કેરબો, સાંકડ, સીસીટીવી કેમેરા, ચપ્પલની જોડી, કલર એ બ્રશ, કોમ્પ્યુટર માઉસ, ડીઝલ પંપ, મિક્સર મશીન, પરબીડિયું જેવા પ્રતિકો ફાળવવામાં આવ્યા છે
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મુક્ત પ્રતીકોની જાહેરાત કરવામાં આવી છે .અપક્ષ ઉમેદવારો આ પ્રતીકની પસંદગી કરીને ચુંટણી જંગમાં ઝુકાવે છે. ઉમેદવારીપત્ર ભરતી વખતે જ ઉમેદવાર દ્વારા ત્રણ જેટલા મુક્ત પ્રતીકોની પસંદગી કરીને આપવાની હોય છે અને આ મુક્ત પ્રતીકો આખરી ફાળવણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જ કરવામાં આવે છે.