webdunia

Notifications

webdunia
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
  4. gujarati news

અષાઢી બીજથી નર્મદા ડેમનું પાણી ખેતી માટે છોડાશે એવું બજેટ પહેલા નીતિન પટેલે કહ્યું

gujarati news
આજથી વિધાનસભા ચોમાસુ સત્રનો પ્રારંભ થશે. નાણા પ્રધાન નીતિન પટેલ ગુજરાતનું બજેટ રજૂ કરશે. પ્રજાલક્ષી યોજનાઓ જાહેર કરી મધ્યમ વર્ગ અને ખેડૂતોને રીઝવવાના ભાજપ સરકારના પ્રયાસો કરશે. બીજી તરફ, મગફળી કાંડ, કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દાઓ ગજવી સરકારને ઘેરવા કોંગેસ સજ્જ બની છે. કોંગ્રેસે આજે કિસાન યાત્રાનું આયોજન કર્યુ છે તેને પગલે વિધાનસભા ફરતે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બજેટ રજૂ કરતાં પહેલા નાણા મંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આ બજેટ નવી દિશાનું વિકાસલક્ષી બજેટ હશે.પ્રજાલક્ષી બજેટ હોવાનું નાણામંત્રીએ સંકેત આપ્યા છે. મોદી સરકારના એજન્ડાને ગુજરાતના બજેટમાં ધ્યાન આપવામાં આવશે તેવું નીતિન પટેલે જણાવ્યું છે. અષાઢી બીજથી નર્મદા બંધના દરવાજા ખોલી કેનાલમાં પાણી છોડવાની શરૂઆત કરીશું. નર્મદા પાણીના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેતરો માટે પાણી છોડવામાં આવશે.
ये भी पढ़ें
સુરત સિવિલ હોસ્પિટલમાં જીવતા દર્દીને પોસ્ટમોર્ટમ રૂમ બહાર ફેંકી દેવાયો