સંબંધિત સમાચાર
- Heatwave- ગરમીના કારણે મુશ્કેલીમાં મુકાઈ જશો! IMDએ પાંચ રાજ્યોને લઈને એલર્ટ જાહેર કર્યું છે
- 2, 3, 4 એપ્રિલ સુધી ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે ભારે વરસાદ, 60 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાશે.
- ગરમીની અસર દિલ્હીથી યુપી-બિહાર સુધી જોવા મળશે, મેદાની વિસ્તારોમાં ગરમીનું મોજું રહેશે. IMD નું નવીનતમ અપડેટ વાંચો
- રાજ્યમાં ભારે ગરમી વચ્ચે માવઠાની આગાહી
- આ વર્ષે કાળઝાળ ગરમી માટે રહો તૈયાર, અહીં જાણો Heatwave ને લઈને IMD ની તાજા અપડેટ
રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદથી ગરમીમાં મળી રાહત
રાજ્યમાં ગરમીમાં લોકો બફાય રહ્યા છે. ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. આવામાં રાજ્યના લોકો માટે રાહતના સમાચાર છે કે હવામાન વિભાગની આગાહી મુજબ આવનારા 6 દિવસ વાતાવરણ સુકુ રહેશે અને 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાશે. છેલ્લા 10 દિવસથી મોટા ભાગનાં શહેરોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. રાજ્યના ભાવનગર, ભરૂચ અને ધોલેરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો. જેના કારણે ગરમીથી આંશિક રાહત મળી છે.
12 એપ્રિલ બાદ સતત 2-3 ડિગ્રી તાપમાનમાં વધારો નોંધાશે અને 15-16-17 એપ્રિલના રોજ હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પણ હીટવેવની આગાહી કરાઇ છે. જેમાં 15 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છમાં હીટવેવને પગલે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. 16 અને 17 એપ્રિલના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ અને રાજકોટમાં હીટવેવને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીમાં કમોસમી વરસાદની આગાહી કરે છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, આણંદ, રાજકોટ અને મોરબી જિલ્લામાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે, સાથે સાથે તેમણે ગાજવીજ અને ભારે પવન સાથે આંધીની પણ આગાહી કરી છે. 14 એપ્રિલ સુધી તાપમાનમાં આંશિક રાહત મળવાની તેમણે આગાહી કરી છે

