શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ડિસેમ્બર 2017 (12:46 IST)

ખાનગી શાળાઓ હવે ફીના નામે લૂંટ નહીં ચલાવી શકે - હાઈકોર્ટ

ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકારના ફી નિયમનના કાયદાને પડકારતી વિવિધ અરજીઓ પર ચુકાદો આવ્યો છે. આ ચૂકાદામાં હાઇકોર્ટે જણાવ્યું છે કે ખાનગી શાળાઓ હવે ફીના નામે લૂંટ નહીં ચલાવી શકે તેમજ ફી અધિનિયમ સમિતી બંધારણીય છે. હવે 2018થી નવા સુધારા લાગુ કરી દેવામાં આવશે. ફી નિયમન યોગ્ય છે અને સ્કૂલો હવે નફાખોરી નહીં કરી શકે. હાઇકોર્ટે આ મામલે જણાવ્યું છે કે ફી મામલે સરકારનું નોટિફિકેશન યોગ્ય છે. રાજ્ય સરકારના મહત્વકાંક્ષી ફી નિયમન કાયદાને એક પછી એક શાળાઓના સંચાલકો દ્વારા ગુજરાત  હાઇકોર્ટ સમક્ષ પડકારતી અરજી કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકારને નોટિસ પણ પાઠવવામાં આવી હતી જે મામલે રાજય સરકારે હાઇકોર્ટમાં જવાબ રજુ કર્યો હતો જેમાં જણાવ્યું હતુ કે ફી નિર્ધારણ કાયદો શાળાઓની ફી નક્કી કરવાની સ્વતંત્રતા ઉપર તરાપ મારનારો હોવાની રજૂઆત તદ્દન ખોટી છે. આ કાયદા હેઠળ ખાનગી શાળાઓને પોતાની ફી જાતે જ નક્કી કરવાનો હક છે અને તે અંગેનો પ્રસ્તાવ ફી કમિટીને મૂકવાનો છે. તે નક્કી કરશે. ઓલ ઇન્ડિયા પેરેન્ટ્સ એસોસિયેશન દ્વારા હાઇકોર્ટ સમક્ષ વધુ એક રિટ પિટિશન કરવામાં આવી છે. જેમાં ફી કમિટીમાં વાલીઓને પ્રતિનિધિત્વ ના આપવાનો મુદ્દો ઉપસ્થિત કરાયો છે. જેમાં જણાવ્યું છે કે,‘સરકારે જે કાયદો બનાવ્યો છે તેની કમિટીમાં વાલીઓને સ્થાન જ આપ્યું નથી.